ઓવર બ્રિજની કામગીરી પર અનેક સવાલો
રાજ્યમાં વરસાદની સિઝન શરૂ થતાં જ ભૂવા પડવાની ઘટનાઓ છાસવારે પ્રકાશમાં આવે છે. ત્યારે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામે બ્રિજ ધરાશાઈ અને સાયલા હાઇવે પર પણ ગાબડું પડવાની ઘટના સામે આવી હતી જે બાદ સરકાર દ્વારા કડક પગલાં ભરવાની માત્ર વાતો જ થઈ હતી. ત્યારે ફરી એક વખત લીમડી – અમદાવાદ હાઇવે પર આવેલા ઓવર બ્રિજ પર આઠથી દશ ફૂટનું ગાબડું પડ્યું હતું. લીમડી સર્કલ નજીક ઓવર બ્રિજ પર અચાનક ગાબડું પડવાના લીધે વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. હાઇવે પર એક તરફ ગબડી પડતાં કલાકો સુધી વાહનો અટવાયા હતા.
- Advertisement -
જેના લીધે અંતે એક લાઈન બંધ કરવી પડી હતી. જ્યારે તંત્રને ગાબડું પડવાની જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ખીરી હાથ ધરી હતી આ તરફ સ્થાનિક પોલસ પણ ટ્રાફિક જામ ન થાય તે માટે સતત ખડે પગે રહી હતી. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વારંવાર આ પ્રકારે હાઇવે પર ગાબડાં બનાવો સામે આવતા પ્રશાસનની પ્રીમોનસુન કામગીરી અંગે અનેક સવાલો ઉદભવ થયા હતા.