સીએમના આગમનના કારણે સભા સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
કોરોના કાળમાં ચૂંટણી યોજવી જરૂરી હોવાનું સીએમએ માન્યું
સ્થાનિક ભાજપના આગેવાનો, કાર્યકરો સાથે મહિલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા
સીએમ એ કોંગ્રેસ પક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા
લીંબડી વિધાનસભાની પેટાના અનુસંધાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની જાહેરસભા યોજાઇ હતી, જેમાં ભાજપના આગેવાનો, કાર્યકરો અને મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સીએમની સભાને ધ્યાને રાખી સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.સભામા કોરોના કાળમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાયુ ન હતું, મુખ્યમંત્રી વિજયભાઈની સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ સહિત ભાજપ આગેવાનોએ ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા જંગી બહુમતીથી જીત અપાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સભા સ્થળે અંદાજે ૧૦ જેટલી એલઈડી સ્ક્રીન મુકીને સીએમની સંભાને ધ્યાને રાખી ને આયોજન કરવામાં આવ્યું હતું. જાહેર સભામા સીએમ વિજયભાઈ એ કોંગ્રેસ પક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ને ભાજપ સરકાર ના શાસન કાળમાં વિકાસ ના કામો લોકો સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. બંધારણીય પ્રમાણે ચૂંટણી યોજવી જરૂરી હોવાથી સભાઓ યોજવી જરૂરી બની જાય છે, માટે કોરોના વચ્ચે સભા યોજવી જરૂરી હોવાનું સીએમ એ માન્યું હતું.
- રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા