દરેક સમાજ અને કાર્યકરો એક થઈ ને પુરા વિશ્વાસ સાથે ચૂંટણી લડવાની નેમ વ્યક્ત કરી
હાલ માં 61 લીંબડી વિધાનસભા ની પેટા ચૂંટણી 3 નવેમ્બરે યોજાવા જઈ રહી છે, ત્યારે લીંબડી તાલુકા કક્ષાના કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે દરેક કાર્યકરો એ ગુજરાત સરકાર ઉપર પ્રહાર કર્યા હતા,અને અનેક સમાજ ને ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો, કોંગ્રેસ ના કાર્યકરોએ લીંબડી તાલુકા ના દરેક કાર્યકરોને સાથે રાખી તેમજ દરેક સમાજના લોકો એક જૂથ થઈ આ પેટા ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી. જ્યારે આ ઉદ્દઘાટન પ્રસંગે કોંગ્રેસના ઉમેદવાર ચેતનકુમાર ખાચર, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ મેર, યુથ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ હરપાલસિંહ ઝાલા, જયરામભાઈ મેણિયા, ભગિરથસિંહ રાણા, કલ્પનાબેન ધોરીયા, મનુભાઈ પટેલ, એન.કે.મકવાણા, રઘુભાઈ ભરવાડ, રણજીતભાઈ પરાલિયા, અનિલભાઈ સિંગલ, શેલાભાઈ ભરવાડ, દાનાભાઈ ભરવાડ, ભગિરથસિંહ ઝાલા તેમજ તાલુકા અને શહેર કોંગ્રેસ ના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
- દિપકસિંહ વાઘેલા