નિકાવા, વંથલી, સામખીયાળી સહિતના પંથકમાં વગદારની વાડીઓમાં ક્લબ ચલાવતા
28 શખ્સોની ધરપકડ કરી 53 લાખનો મુદામાલ કબજે : વાડીમાલિકને વાપરવાના આપતા
- Advertisement -
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના કમરકોટડા ગામની સીમમાં વાડીમાં ધમધમતી ઘોડીપાસાની ક્લબ ઉપર ગરમે એલસીબીની ટીમે દરોડો પાડી રાજકોટની સંચાલક બેલડી સહિત 28 શખ્સોને ઝડપી લઈ રોકડ, વાહન, મોબાઈલ સહિત 53 લાખનો મુદામાલ કબજે કર્યો છે ક્લબ સંચાલક નિકાવા, વંથલી, સામખીયાળી સહિતના પંથકમાં વગદાર લોકોની વાડીમાં જુગાર રમાડતા હતા અને જૂજ રૂપિયા જ વાપરવા આપતા હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણીના માણેકવાડામાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ક્લબ ઝડપી લીધાની ઘટના બાદ એસપી જયપાલસિહ રાઠોડની જુગાર સંબંધી કડક કાર્યવાહી કરવાની સૂચના અન્વયે એલસીબી પીઆઇ વી વી ઓડેદરા અને ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કોન્સ્ટેબલ અબ્બાસભાઈ ભારમલને મળેલી બાતમી આધારે ગોંડલ તાલુકાના કમરકોટડા ગામની સીમમાં આરોપી મયુર છગન જાગાણીની વાડીમાં દરોડો પાડ્યો હતો ઝડપી પાડી પોલીસે આરોપીઓ પાસેથી રોકડ 16,34,700, 2.37 લાખના 25 મોબાઇલ, 35 લાખના 6 વાહન મળી કુલ રૂ. 53,71,700/- કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં મયુર જાગાણીની વાડીમાં રાજકોટના હબીબ ઠેબા અને અજીત ભોજકએ ભાગીદારીમાં ક્લબ ચાલુ કરી હતી આ બંને મુખ્ય સૂત્રધાર છે રાજકોટ જિલ્લાના જુદા જુદા તાલુકા તેમજ નિકાવા, સામખીયાળી, જુનાગઢના વંથલી સહિતના ગામડાઓમાં વગદાર લોકોનો સંપર્ક કરી, મિત્રતા કેડવી એક જ રાત માટે અખાડો ચાલુ કરતાં હતા અને એક રાતના દસથી બાર હજાર રૂપિયા આપતા હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ પકડેલા આરોપીના નામ સરનામા :
મયુર છગન જાગાણી રહે.કમરકોટડા
હબીબ અલી ઠેબા,
નૈમીષ શામજી નોંઘણવદરા રહે.રાજકોટ
નિલેશ ભીમ ભોજક,
અજીત ભીમ ભોજક રહે રાજકોટ,
ભીમ મેરામ ભોજક રહે. વીરનગર
અશોક ઓતચંદ વીંધાણી રહે.રાજકોટ,
એજાજ અબ્દુલ દલવાણી રહે.રાજકોટ,
ઇમરાન સતાર મીઠાણી રહે. રાજકોટ,
અમીન જહુર શીશાંગીયા રહે.રાજકોટ,
અમીન કાદર માકડ રહે. રાજકોટ,
વિમલ પ્રતાપ રાવલ રહે.રાજકોટ,
જાહીદ અલાદ વિશળ રહે.રાજકોટ,
રણજીત ગોવુભા ખાચર રહે રાજકોટ,
હર્ષદ પ્રતાપ વાળા રહે.રાજકોટ,
સુનીલ જ્ઞાનચંદ લાલવાણી રહે.જામનગર,
અશ્વીન ભીમજી ગોહિલ રહે.જામનગર,
મહમદ બોદુ ખીરા રહે.નાની માટલી ગામ, તા.જી.જામનગર,
ઇકબાલ કાસમ સમા રહે.રાજકોટ,
ઇસ્માઇલ ઇશાક માંડરીયા રહે.રાજકોટ,
જયેશ શશીકાંત સાતા રહે.રાજકોટ,
વિવેક જીતેન્દ્ર માણેક રહે. વાંકાનેર,
ચંદુ લાખા રોજાસરા રહે.વીરનગર ગામ,
રણજીતભાઇ કાનજીભાઇ વાઢેર રહે. રાજકોટ,
રાજેશ ઘેલા ખોડા રહે. માલીયાસણ,
અસ્લમ મહમદ કલર રહે.રાજકોટ,
આમદ બોદુ ખીરાણી રહે.ગોંડલ,
મોહસીન સલીમ મોટાણી રહે.રાજકોટ