દક્ષિમ કાશ્મીરના પુલવામાં જિલ્લાના અવંતીપોરા વિસ્તારના વાંડકપોરા ગામમાં સુરક્ષાદળો અને આંતકીઓ વચ્ચે એન્કાઉન્ટરમાં બે આંતકીઓ ઢીમ ઢાળુ દેવાયું
પુલવામાં જિલ્લાના અવંતીપોરમાં સુરક્ષાદળોએ આંતકી સંગઠન જૈશ એ મોહમ્મદના કુખ્યાત આંતકી સહિત બે આંતકવાદીઓનું ઢીમ ઢાળી દીધું છે. હાલ સુરક્ષાબળોના જવાનો દ્વારા આ વિસ્તારમાં સર્ચ અભિયાન ચલાવી રહ્યું છે. આ અંગે એડીજીપી કાશ્મીરે જણાવ્યું કે, બીજા આંતકીની ઓળખ કરાઈ રહી છે. આતંકીઓ પાસેથી US નિર્મિત રાઈફલ, કાર્બાઈન, પિસ્તોલ અને અન્ય આપત્તિજનક સમાગ્રી સહિત દારૂગોળા મળી આવ્યો છે.
- Advertisement -
જવાનોએ જવાબી કાર્યવાહી કરતાં બંને આતંકવાદીઓના ઢીમ ઢાળી દીધા
જણાવવામાં આવી રહ્યું છે કે, સુરક્ષાબળોને સૂચના મળી હતી કે, આ વિસ્તારમાં કેટલાક આતંકીઓ છુપાયા છે. માહિતી પ્રાપ્ત બાદ જ્યારે જવાનો તે વિસ્તાર પર પહોંચ્યા તો આંતકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. જે બાદ સુરક્ષાદળોના જવાનો જવાબી કાર્યવાહી કરતાં બંને આતંકવાદીઓના ઢીમ ઢાળી દેવામાં આવ્યાં હતાં. હાલ સૈન્યનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ઘટના સ્થળ પર કેટલા આંતકવાદીઓ છુપાયા છે. જેની માહિતી હજુ સામે નથી આવી.
Jammu & Kashmir | An encounter has started at the Wandakpora area of Awantipora. Police and security forces are on the job. Further details shall follow: Police
- Advertisement -
— ANI (@ANI) July 11, 2022
જમ્મુ કાશ્મીર પોલીસે ટ્વિટ કરીને એન્કાઉન્ટરની જાણ કરી
આ પહેલા એડીજીપી કાશ્મીરે એક ટ્વિટ કરીને સૂચના આપી હતી કે, અવંતીપોરામાં આંતકવાદીઓ અને સુરક્ષાદળોના જવાનો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, એક આંતકવાદી એન્કાઉન્ટર કરી દેવાયું છે અને અન્ય એક આતંકવાદીને સુરક્ષાદળોના જવાનો ઘેરી લીધો છે. એડીજીપીના ટ્વિટના જણાવ્યા અનુસાર જે આતંકવાદીને સુરક્ષાદળોને ઘેર્યો હતો. તેની ઓળખ આંતકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કુખ્યાત આંતકી કૈસર કોકાના રૂપમાં કરવામાં આવી હતી. કૈસર કોકા વર્ષ 2018થી સક્રિય છે. પોલીસ, સૈન્ય અને સીઆરપીએફએ સંયુક્ત અભિયાન શરૂ કર્યુ.
#UPDATE | One more terrorist killed (total 2) in the Awantipora encounter. Search going on. Further details shall follow: J&K Police
— ANI (@ANI) July 11, 2022
અધિકારીઓને જણાવ્યું છે કે, દક્ષિણ કાશ્મીરના પુલવામાં જિલ્લામાં અવંતીપોરા વિસ્તારના વાંડક પોર ગામમાં સુરક્ષાબળો અને આંતકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. અન્ય એક અધિકારીના જણાવ્યા અનુસાર, પોલીસ,સૈન્ય અને સીઆરપીએફની સંયુક્ત ટીમને આંતકવાદીઓને હોલાની માહિતી મળતા તે વિસ્તારમાં તલાશી અભિયાન શરૂ કર્યુ છે.