જોરમ પીપુલ્સ મુવમેન્ટ(ZPM) ના નેતા લાલદુહોમાએ આજ રોજ મિઝોરમના નવા મુખ્યમંત્રીના રૂપમાં શપથ લેશે. રાજ્યપાલ હરિબાબુ કંભમપતિએ રાજધાની આઇજોલમાં રાજભવન પરિસરમાં લાલદુહોમા અને બીજા મંત્રીઓના પદ અને ગોપનીયતાની શપથ લેવડાવી.
આ પહેલા બુધવારના લાલદુહોમાએ રાજ્યપાલ સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો હતો. જે ડપીએમએ રાજ્યની 40માંથી 27 સીટો પર જીત મેળવીને એમએનએફ અને કોંગ્રેસના સૂપડા સાફ કરી દીધા હતા.
- Advertisement -
જેડીપીએમએ રચ્યો ઇતિહાસ
પૂર્વ આઇપીએસ લાલદુહોમાએ જોરમ નેશનલ લિસ્ટ પાર્ટીના નામથી એક દળ બનાવ્યું, જેનાથી તેઓ રાજકીય રાજનીતિમાં સક્રિય થયા. જયારે, બીજી તરફ, રાજ્યના પાંચ નાના દળોની સાથે લાલદુહોમાની પાર્ટી સાથે ગઠબંધન કરી લીધું. ત્યાર પછી તેઓ ગઠબંધન રાજનૈતિક પાર્ટીમાં પરિવર્તિત થયું, જે વર્ષ 2017માં જેડીપીએમ પાર્ટીના નામથી અસ્તિત્વમાં આવ્યા.
કોણ છે પૂર્વ આઇપીએસ લાલદુહોમા?
મિઝોરમમાં સૌથી મોટી પ્રીટના રૂપે ઉભરી જેડપીએમના અધ્યક્ષ લાલદુહોમા મિઝોરમના એક પૂર્વ આઇપીએસ અધિકારી છે. એક સ્થાનીક રિપોર્ટ અનુસાર, 1972થી 1977 સુધી લાલદુહોમાને મિઝોરમના મુખ્યમંત્રીના પ્રધાન સહાયકના રૂપે કામ કર્યુ હતું. તેમણે સ્નાતક સુધીનું ભણતર પૂર્ણ કર્યા પછી ભારતીય સિવિલ સેવાની પરિક્ષા આપી હતી. વર્ષ 1977માં આઇપીએસ બન્યા પછી તેમણે ગોવામાં એક સ્કવાડ લીડરના રૂપે કામ કર્યું. તેમની સર્વિસ દરમ્યાન તેમણે દાણચોરી પર મોટી કાર્યવાહી કરી. પોલિસ અધિકારીઓના રૂપે તેમની પ્રસિદ્ધિઓ છાપાની હેડલાઇન બની હતી. વર્ષ 1982માં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તેમને પોતાના સુરક્ષા પ્રભારી નિયુક્ત કર્યા હતા. પોલિસ ઉપાયુક્તના રૂપમાં વિશેષ પ્રમોશન મોળવ્યું હતું. રાજીવ ગાંધીની અધ્યક્ષતામાં 1982 એશિયાઇ રમતની આયોજન સમિતિના સચિવ પણ રહ્યા હતા.