અદાણી પોર્ટસ બંગાળમાં હલ્દિઆ ડોકની ક્ષમતા વધારશે
298 કરોડના પ્રોજેક્ટને જરૂરી પર્યાવરણ મંજૂરી પહેલાથી જ મળી ગઈ
- Advertisement -
દેશના અવ્વલ નંબરના ઔદ્યોગિક અદાણી ગૃપના એક અંગ અને દેશના સંકલિત પરિવહન ક્ષેત્રની વિરાટ કંપની અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.ની પોતાની સંપૂર્ણ માલિકીની એચડીસી બલ્ક ટર્મિનલ લિ.એ શ્યામા પ્રસાદ મુકર્જી પોર્ટ કોલકત્તા (જખઙઊં) સાથે હલ્દિઆ બંદર ખાતે બર્થ નં.2ના મિકેનાઇઝેશન માટે ક્ધસેસન એગ્રીમેન્ટ ઉપર હસ્તાક્ષર કરવા સાથે બંદરીય ક્ષેત્રમાં પોતાની પાંખ વિસ્તારી છે અદાણી પોર્ટસ અગાઉ ફેબ્રુઆરીમાં સ્પેશિયલ ઈકોનોમિક ઝોનની શ્યામાપ્રસાદ મુખર્જી પોર્ટ કોલકત્તાએ એક સફળ બિડર તરીકે કરેલી પસંદગી સાથે આ એગ્રીમેન્ટ અનુસંધાન જોડે છે.
સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના પૂર્ણ કાલિન ડાયરેકટર અને મુખ્ય કારોબારી અધિકારી કરણ અદાણીએ જણાવ્યું હતું કે બલ્ક ટર્મિનલના મિકેનાઇઝેશન અને અપગ્રેડેશન અમોને બંગાળમાં એપીએસઇઝેડની ફુટ પ્રિન્ટને દ્રઢતાથી પ્રસ્થાપિત કરવાની તક પૂરી પાડે છે.” બંગાળના સતત વિકસતા ઉદ્યોગ અને અર્થતંત્રને વધુ વેગ આપવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. આ સંપૂર્ણ યાંત્રિક સુવિધા સાથે અમારું લક્ષ્ય બંદરીય કામગીરી અને પર્યાવરણીય પધ્ધતિઓમાં ઉચ્ચ બેન્ચમાર્ક સ્થાપવાનું છે. શ્યામા પ્રસાદ મુકર્જી પોર્ટ કોલકત્તા (જખઙઊં) અને હલ્દીઆ બલ્ક ટર્મિનલ લિ.(ઇંઇઝક) વચ્ચે થયેલા ક્ધસેશન એગ્રીમેન્ટ અનુસાર આ પ્રોજેક્ટના અમલીકરણ માટે રચાયેલ સ્પેશિયલ પર્પઝ વેહીકલ (જઙટ) ને હલ્દિઆ ખાતેના હલ્દીઆ ડોક સંકુલ ખાતે 30 વર્ષના ક્ધસેશન સમયગાળા માટે વાર્ષિક 3.74 મિલિયન ટનની ક્ષમતાના આ બલ્ક ટર્મિનલની ડિઝાઇન, નિર્માણ, ધિરાણ, સંચાલન, જાળવણી અને સંચાલનના અધિકારો પ્રાપ્ત થશે.
હસ્તાક્ષર કરાયેલ ક્ધસેશન એગ્રીમેન્ટ મુજબ ઇંઇઝક કંપની આ પ્રોજેકટ માટે છ મહિનામાં ફાયનાન્સિઅલ ક્લોઝરની પ્રક્રીયા હાથ ધરશે અને ટર્મિનલનું નિર્માણ કાર્ય શરૂ કરશે. પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ.298 કરોડ છે. ઉલ્લેખનિય છે કે આ પ્રોજેક્ટને જરૂરી પર્યાવરણ મંજૂરી પહેલાથી જ મળી ગઈ છે.