સૌરાષ્ટ્રમાં રાજકોટ શહેર સૌથી ઝડપી વિકસી રહેલ છે. શહેરમાં દિન-પ્રતિદિન વધતા જતા ટ્રાફિકના ભારણને હળવું કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી જગ્યાએ ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. જેના અનુસંધાને આજ તા.૧૪/૦૬/૨૦૨૧ના રોજ કે.કે.વી. ચોક ૧૫૦ ફૂટ રીંગ રોડ, કાલાવડ રાજકોટ તરફ રૂ.૧૨૯.૫૩ કરોડના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજની કામગીરીની સ્થળ મુલાકાત લેતા મેયર ડૉ.પ્રદિપ ડવ, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર ચેતનભાઈ સુરેજા, નરેન્દ્રસિંહ વાઘેલા, ડૉ.રાજેશ્રીબેન ડોડીયા, વોર્ડ નં.૦૮ના અશ્વિનભાઈ પાંભર, બિપીનભાઈ ભૂત, ડૉ.દર્શનાબેન પંડ્યા, તેમજ સંબંધક અધિકારી સિટી એન્જી. ડોડીયા, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ફ્લાય ઓવરબ્રિજની વિગત : (1) ફોરલેન ફ્લાય ઓવરબ્રિજ (2) સર્વિસ રોડની પહોળાઈ ૭.૨૫ મી. બંને તરફ (3) મોટામવા તરફ બ્રિજની લંબાઈ ૭૧૭.૦૦ મી. (4) કોટેચા ચોક તરફ બ્રિજની લંબાઈ ૪૩૫.૦૦ મી. (5) મોટામવા તરફ બ્રિજનું ગ્રેડીયન્ટ ૧:૩૦ (6) કોટેચા ચોક તરફ બ્રિજનું ગ્રેડીયન્ટ ૧:૩૦ (7) મોટામવા તરફ સિંગલ પીઅર – ૨૬ નંગ (જે પૈકી સર્વિસ રોડનું કામ પૂર્ણ થવામાં છે) (8) કોટેચા ચોક તરફ સિંગલ પીઅર – ૧૩ નંગ (જે પૈકી ૨ પીઅરની ખોદાણ કામ શરૂ થયેલ છે તથા સર્વિસ રોડનું કામ પૂર્ણ થયેલ છે.) (9) ગ્રાઉન્ડથી ઊંચાઈ ૧૩.૫ મી. (10) આ કામે એજન્સીશ્રીને તારીખ ૨૧/૦૧/૨૦૨૧ના રોજ ૨૪ માસની સમય મર્યાદાનો વર્ક ઓર્ડર આપેલ. પ્રોજેક્ટ પૂર્ણ થવાની તા.૨૦/૦૧/૨૦૨૩ છે.
- Advertisement -
ચોમાસા દરમ્યાન લોકોને અવર-જવરમાં મુશ્કેલી ન પડે તેમજ સમયમર્યાદા પહેલા બ્રિજનું કામ પૂર્ણ થાય તે માટે સંબંધક અધિકારીને સુચના આપેલ હતી.