ડિજિટલ લોકરની પ્લેટના સ્ક્રૂ ખોલી ચોરી કરનાર બે ઘરઘાટી બહેનો ઝડપાઈ
અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા ભાજપના અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકીના ઘરમાંથી ઘરઘાટી બિલ્ડરના ઘરમાં કામ કરવા આવતી બે સગી બહેનોએ રૂ. 10 લાખના દાગીનાની ચોરી કરી હતી. ડિજિટલ લોકરના પ્લેટના સ્ક્રૂ ખોલી અને દાગીના ચોરી કરી હતી. પરિવારના લોકોને બંને બહેનોને પૂછપરછ કરી હતી પરંતુ સાચી હકીકત ન જણાવતાં રાણીપ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી બંને બહેનોની પૂછપરછ અંગે તપાસ શરૂ કરી છે.
રાણીપમાં આવેલી કિર્તન સોસાયટીમાં ‘ચિરાગ’ બંગ્લોઝમાં રહેતા મેહુલ કાલરીયા રિયલ એસ્ટેટનો બિઝનેસ કરે છે. મેહુલના ઘરે કાળીગામમાં રહેતી જયા અને રીટા વાઘેલા નામની બે બહેનો ઘરકામ માટે જતી હતી. ઘરમાં બેડરૂમમાં વોર્ડરોબમાં એક નાના ડિજિટલ લોકરમાં સોના અને ડાયમંડ જડિત રૂ. 10 લાખના દાગીના હતા. આ બાબતે ઘરના સભ્યો અને ઘરકામ કરતી બંને બહેનો પણ જાણતી હતી.