જૂનાગઢ શહેરમાં આવેલ સોસાયટીઓમાં અનેક જગ્યાએ ભૂગર્ભ ગટર અને ગેસ પાઇપલાઇન નાખવાની કામગરી ચાલી રહી છે. ત્યારે અનેક જગ્યાએ પાણીની લાઇનો તૂટી જવાથી ગંદકી અને કિચકાણ જોવા મળે છે. ત્યારે કલેકટર ઓફીસ પાસે આવેલ વોર્ડ નં.5ની દ્વારકાપુરી સોસાયટીમાં આડેધડ ખોદકામ કરી તેનું વ્યવસ્થીત મરામત નહીં કરતા આજે દ્વારકાપુરી સોસાયટીમાં કાદવ-કીચડ જોવા મળી રહ્યો છે. જેના પરિણામે સ્થાનિક રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે મનપાના અણધડ વહિવટનો નમૂનો જોવા મળી રહ્યો છે.
જૂનાગઢની દ્વારકાપુરી સોસાયટીમાં મનપાના પાપે કિચડનું સામ્રાજ્ય

TAGGED:
DwarkapuriSociety, junagadh, Manpa
Follow US
Find US on Social Medias