ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક વાર કેન્દ્ર-રાજ્ય સરકારની આવાસ યોજનાઓ હેઠળ લાભાર્થીઓના ઘરના ઘરનું મળી રહે તેના માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઈ-લોકાર્પણ અને ખાતમૂહુર્ત પ્રસંગે જોડાયા હતા જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પણ વર્ચ્યુઅલ ઉપસ્થિતિ જોવા મળી હતી. જુદી જુદી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલ મકાનોનું સ્થાનિક ધારાસભ્ય અને અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ઈ-લોકાર્પણની સાથે ખાતમૂહુર્ત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમોમા જૂનાગઢ જિલ્લામાં જુદી-જુદી આવાસ યોજના હેઠળ કુલ-1712 આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા અને ઘર વિહોણા લોકો માટે પોતાના સપનાનું ઘર મળે તેવું આયોજન કરવામાં આવ્યું હતું.