વન-ડે દાંડિયામાં અભૂતપૂર્વ ઉત્સાહ અને હજ્જારો ખેલૈયાઓની સંખ્યા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમિન ઠાકર, મનપાના દંડક મનીષ રાડિયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી સહિતના મહાનુભવો રહ્યા ઉપસ્થિત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ખાસ-ખબર અને કર્ણાવતી ગૃપ ઓફ ઈવેન્ટ આયોજીત વેલકમ નવરાત્રિને ખેલૈયાઓએ વધાવી લીધી હતી. સહિયર ગ્રાઉન્ડ, રેસકોર્સમાં આયોજીત નવરાત્રિ મહોત્સવમાં હજારો ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી હતી.
ખાસ- ખબર અને કર્ણાવતી ગૃપ ઓફ ઈવેન્ટ દ્વારા આયોજીત વેલકમ નવરાત્રીને ખેલૈયાઓનો પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો. જાણે રેસકોર્સમાં લોકમેળો ભરાયો હોય તેવું લાગી રહ્યું હતું. જ્યાં જુઓ ત્યાં ખેલૈયાઓ સિક્સ સ્ટેપ, ફોર સ્ટેપ, થ્રી સ્ટેપ રમતા જોવા મળી રહ્યા હતા. કોઈ મોટા કે નાના ગૃપમાં સૌ કોઈ પોતાના મિત્રો, સંબંધીઓ સાથે રાઉન્ડમાં મનગમતા ગરબા રમી આનંદ માણી રહ્યા હતા.
- Advertisement -
ખાસ-ખબર અને કર્ણાવતી ક્લબ આયોજીત વેલકમ નવરાત્રિમાં દિવ્યાંગ શિવ તેજવાણી જેતપુરથી રમવા આવ્યા હતા. ખાસ ખબરના મેનેજિંગ ડિરેક્ટર પરેશ ડોડિયાએ ઈનામ આપી શિવ તેજવાણીનું સન્માન કરવામાં આવ્યું હતું.
ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા: રાહુલ મહેતા, હેમંત જોશી, અપેક્ષા પંડ્યા અને તેજસ શિશાંગિયાએ લોકોને ખૂબ ડોલાવ્યા
આ રાસોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર, દંડક મનીષભાઈ રાડીયા, પિન્ટુભાઈ ખાટડી, રાજકોટ સિવિલ હોસ્પિટલના ડો.આર.એસ.ત્રિવેદી, પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.આર. ગોંડલિયા, થોરાળા પોલીસ સ્ટેશનના પી.આઈ. ભાર્ગવ ઝણકાટ, ભાજપના વરિષ્ઠ નેતા અને ખાસ-ખબરના મોભી માવજીભાઈ ડોડિયા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, ઉદ્યોગપતિ રાજાભાઈ પરસાણા, કિશોરભાઈ પાંભર, પૂર્વ કોર્પોરેટર અજયભાઈ પરમાર, યુવા ભાજપના મંત્રી સહદેવસિંહ ડોડિયા, ડો.દિનેશ ચૌહાણ, શહેર ભાજપ પૂર્વ મહામંત્રી જીતુભાઈ કોઠારી, વિભાશભાઈ શેઠ, પ્રખ્યાત ધારાશાસ્ત્રી કમલેશભાઈ શાહ, શહેર ભાજપના કોષાધ્યક્ષ અને જૈન સમાજ અગ્રણી મયુરભાઈ શાહ, આકાશભાઈ વેકરીયા, પિયુષભાઈ રૈયાણી, મનુભાઈ વઘાસીયા, ચંદુભા પરમાર, યોગીરાજસિંહ તલાટીયા, રોહિતસિંહ હેરભા, મનોજભાઈ ડોડિયા (વિશ્ર્વ હિંદુ પરિષદ-મધ્ય), સર્વેશ્ર્વર ચોક ગૃપ, જૈનમ ગૃપના જયભાઈ ખારા, જયભાઈ કામદાર સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વિપુલભાઈ ભટ્ટ, હેમાંગીબેન ભટ્ટ, અભિભાઈ શુક્લ અને હેતલબેન શુક્લએ જજ તરીકે નિષ્પક્ષ ભૂમિકા ભજવી હતી.
વેલકમ નવરાત્રિના ઓર્ગેનાઈઝર
ખાસ-ખબરના એમ.ડી. પરેશ ડોડિયા, તંત્રી ક્ધિનર આચાર્ય, ડિરેક્ટર અમિતભાઈ માખેચા, કલાપી ભગત, રજની પટેલ અને અંકિત ચાવડા, ચેતનસિંહ ખવડ જયેશ રાવરાણી, ભવ્ય રાવલ, હિમાંશુ કલ્યાણી, કાર્તિક બારડ, સર્વેશ્ર્વર ચોક ગૃપ, જગદીશ ઘેલાણી, મીરા ભટ્ટ, કૌશિક ગોંડલિયા, પૂનમ રામાણી, દિવ્યનીલસિંહ વાઘેલા, જય વિઠલપરા, શ્રદ્ધા ભગદેવ, ધવલ ત્રિવેદી, અહેમદ સાંધ, હેમલ કામદાર, વિશાલ વસા, નિખિલ ગોહેલ, ચિરાગભાઈ હરીયાણી, અક્ષ સહિતનાએ રાસોત્સવને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.
કર્ણાવતી ગૃપ ઓફ ઈવેન્ટના આયોજકો
કર્ણાવતી ગૃપ ઓફ ઈવેન્ટના ઘૈર્ય પારેખ, અહેમદ સાંધ, હેમલ કામદાર, વિશાલ વસા, નિખિલ ગોહેલે સફળ બનાવવા માટે ઘણા દિવસોથી તડામાર તૈયારીઓ કરી હતી.
વેલકમ નવરાત્રિમાં હાજરી આપતા નામાંકિત બિઝનેસમેન જૈમિનભાઈ ચેતા
ખાસ-ખબર અને કર્ણાવતી ગૃપ ઓફ ઈવેન્ટ દ્વારા આયોજીત વેલકમ નવરાત્રિ-2023માં રાજકોટના નામાંકિત અને સફળ બિઝનેસમેન જૈમિનભાઈ ચેતા તેમના પિતા દિનેશભાઈ ચેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ખાસ-ખબરના ડિરેક્ટર અમિત માખેચા તસવીરમાં નજરે પડી રહ્યા છે. જૈમિનભાઈ ચેતાની વાત કરીએ તો તેઓ જીએસટી કાયદાના એડવાઈઝર છે. જૈમિનભાઈ ચેતાએ રાજકોટ સહિત અનેક શહેરમાં પોતાની ક્ધસલટન્સી ફર્મ અને બિઝનેસ ચલાવે છે.
ખેલૈયાઓને લાખેણાં ઈનામોની નવાજેશ
સિવિલના સુપરિન્ટેન્ડેન્ટ ડો.આર.એસ.ત્રિવેદી, PI ભાર્ગવ ઝણકાટના હસ્તે ઈનામો અપાયા
વેલકમ નવરાત્રિમાં હજારો ખેલૈયાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. જેમાં સૌથી શ્રેષ્ઠ પર્ફોમન્સ કરનાર ખેલૈયાઓને ઈનામોથી નવાઝવામાં આવ્યા હતા. સિવિલના સુપરિન્ટેન્ડેન્ટ ડો.આર.એસ.ત્રિવેદી, ઙઈં ભાર્ગવ ઝણકાટના હસ્તે ઈનામો અપાયા હતા. જેમાં સિનિયર કિંગ તરીકે દિલીપ સાપરા, સિનિયર ક્વિન તરીકે ભાર્ગવી પાટડીયા તથા જુનિયર કિંગ તરીકે આદિત્ય પંડ્યા અને જુનિયર ક્વિન તરીકે વૃંદા આહિરને સ્માર્ટ ટીવી આપવામાં આવ્યા હતા.