હિન્દુત્વનાં ગઢમાં હિન્દુવિરોધી નેતાનું આગમન!
પેથોલોજિકલ લાયર!(જેમને કારણ વગર પણ જુઠ બોલવાની આદત હોય તેવી વ્યક્તિ!)
- Advertisement -
કેજરીવાલ એક નોખી પ્રકૃતિનાં માણસ છે. તેઓ ગજબનાક કોન્ફિડન્સથી જૂઠું બોલે છે અને બહુ આત્મવિશ્ર્વાસથી પોતાની વાતમાંથી ફરી જાય છે. તેમની ડાબેરી નીતિ એવી છે કે, દિલ્હીમાં મૌલવીઓનાં પગારમાં તોતિંગ વધારો કર્યો છે અને પંજાબમાં તેમનાં આગમન સાથે જ ખાલિસ્તાનીઓ ઉત્સાહમાં આવી ગયા છે. આવો, એમનાં થોડાં જુઠ્ઠાણાઓનું રસપાન કરીએ…
કેજરીવાલએ વીજળીની કિંમતોમાં વધારાને લઇને આપ્યા ખોટાં વચનો
ખાસ-ખબર સંવાદદાતા
રાજધાની દિલ્હીમાં વિજળીની કિંમતોમાં થયેલા વધારાને લઇને કેજરીવાલએ પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત સરકારને કેટલીય વાર આરોપો લગાવ્યા અને કેટલીક વાર તો જાતે ઘરોમાં જઇને વિજળીના વાયરને કાપ્યા છે. એટલું જ નહીં,આમ આદમી પાર્ટીએ પોતાના જાહેર નિવેદનમાં વિજળીની કિંમતો અડધી કરવાનું વચન આપ્યુ હતું. દિલ્હીમાં સરકાર બન્યા પછી કેજરીવાલએ આ વચન પાળ્યું તો ખરા, પરંતુ આ આ અડધી કિંમતો ફક્ત 400 યુનિટ સુધી જ મર્યાદિત રાખી, જે મોટા પાયે વિજળીના વપરાશને લઇને ફાયદાકારક નથી, જો કે લોકોએ તેમને ભરપૂર વોટ આપ્યા હતા.
- Advertisement -
શીલા દીક્ષિત સામે 370 પેઇઝનાં પૂરાવા રજૂ ના કરી શકયા
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત શીલા દીક્ષિત સરકારના કૌભાંડોને લઇને આંદોલન કરનાર અરવિંદ કેજરીવાલએ વર્ષ 2010માં દિલ્હીમાં આયોજીત કોમનવેલ્થ ગેમમાં થયેલા કૌભાંડોને લઇને 370 પેઇઝના પૂરાવા બાબા રામદેવના નેતૃત્વમાં પોલીસ સ્ટેશનમાં આપવાનું કહ્યું હતુ, જો કે સાચી હકિકત બધાની સામે છે કે મુખ્યમંત્રી બન્યા પછી હવે આ કૌભાંડો પર કેજરીવાલનું કહેવું છે કે જો કોઇની પણ પાસે શીલા દીક્ષિતની વિરૂદ્ધમાં પૂરાવા હોય તો મને આપો, તેઓ તેમની સામે કાર્યવાહી કરશે. આખરે જાતે જ પોલીસ સ્ટેશનમાં પુરાવાઓ હાજર કરવાની વાત કરનાર અરવિંદ કેજરીવાલ આજે બીજા પાસે પુરાવાઓ માંગી રહ્યા છે.
કેજરીવાલએ કહ્યું હતું કે, હું ટઈંઙ સુરક્ષા અને ગાડી નહીં લઉં
દિલ્હીના મુખ્યમંત્રી બન્યા પહેલા અરવિંદ કેજરીવાલએ દિલ્હીના લોકોને કહ્યું હતુ કે, તેઓ કોઇ સુરક્ષા નહીં લે તેમજ વીઆઇપી કલ્ચરથી દુર રહેશે, પરંતુ હકિકત તો એ છે કે, કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશ સરકાર બંન્ને પાસેથી તેમણે ઝેડ પ્લસ સુરક્ષા લીધી છે. ભાજપાના એક ઇન્સ્પેક્ટરનું નામ જાહેર કરવામાં આવ્યુ છે, જે દરેક સમયે કેજરીવાલની સાથે રહે છે, આ કેજરીવાલના સુરક્ષાના ખોટા વાયદાની પોલ ખોલે છે.
ખોટા વાયદાના કારણે કેજરીવાલે વારંવાર માફી માંગી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ શિરોમણી અકાલી દળના નેતા વિક્રમ મજીઠિયા સામે લેખિત રૂપે એ આરોપની માફી માંગવી પડી હતી, જેમાં તેમણે મજીઠિયાને ડ્રગ્સના ધંધામાં સપડાયેલા છે, તેવો ગંભીર આરોપ લગાવ્યો હતો. ત્યાર પછી કેજરીવાલએ બે બીજા માફી પત્રો લખવા પડયા હતા. એક કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરી અને બીજો પત્ર કપિલ સિબ્બલ અને તેમના પુત્ર અમિત સિબ્બલને લખ્યા હતા, જેના પર કેજરીવાલએ ખોટા આરોપ લગાવ્યા હતા. આવી રીતે દિવંગત બીજેપી નેતા તેમજ પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલી પર લગાવેલા ખોટા આરોપો માટે કેજરીવાલને માફી પત્ર લખવો પડયો હતો.
કેજરીવાલ દિલ્હીમાં જનલોકપાલ બિલ લાવવાના હતા
સમાજીક કાર્યકર્તામાંથી રાજકારણમાં પ્રવેશેલા કેજરીવાલએ દિલ્હીના લોકોને વાયદો કર્યો હતો કે તેઓ સત્તામાં આવશે ત્યારે આમ આદમી પાર્ટી સૌથી પહેલા કામ જનલોકપાલ બિલને પાસ કરાવશે. રામલીલા મેદાનમાં આ બિલને પાસ કરાવવામાં આવશે, પરંતુ ત્યારપછી આ બાબતે કેજરીવાલએ કહ્યું હતુ કે, કેન્દ્ર સરકારએ એક નિર્દશ જાહેર કર્યો છે જેના કારણે જનલોકપાલ બિલ અત્યારે પાસ નહીં થાય. કેન્દ્ર સરકાર પાસેથી જનલેકપાલ બિલ માટે પરવાનગી લેવી પડશે. આવી રીતે ખોટું બોલિને દિલ્હી વિધાનસભા ચુંટણીમાં ભ્રષ્ટ્રાચાર અને જનલોકપાલના મુદા પર આમ આદમી પાર્ટી સત્તા પર આવી ગઇ, પરંતુ સત્તામાં આવતા જ ઇમાનદાર કેજરીવાલ ખોટું બોલતા હોય તેવું પુરવાર થયુ. જયારે આ બાબતે હકિકત તો એ છે કે કેન્દ્ર સરકારએ જનલોકપાલ કાયદા પર પત્ર બહુ પહેલા જ જાહેર કરી દીધો છે. બીજી વાર લોકપાલ બિલ પાસ થયા પછી સરકારે રાજયોને લોકાયુક્ત બનાવવાના અધિકાર આપી દીધા છે. એટલું જ નહીં, દિલ્હીમાં લોકાયુક્ત પહેલાથી જ કામ કરી રહ્યું છે.
અરવિંદ કેજરીવાલ ક્યારેય ઇન્કમ ટેક્સ ઓફિસર રહ્યા નથી
રાજનીતિમાં આવ્યા પહેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલએ મોટી-મોટી વાતો કરતા કહ્યું હતુ કે, તેમણે મોટા અધિકારીની નોકરી છોડીને સમાજસેવાને પોતાનું લક્ષ્ય બનાવ્યું છે. કેજરીવાલ હંમેશા કહેતા કે, તેઓ ઇન્કમ ટેક્સ વિભાગમાં કમિશનરનું પદ ફરજ બજાવી રહ્યા હતા, તેઓ ઇચ્છત તો ખૂબ પૈસાની કમાણી કરી રહ્યા હોત, પરંતુ તેઓ આ બધુ છોડીને રાજનીતિમાં આવ્યા છે, કારણકે તેઓ રાજનીતિમાં સેવા કરવા આવ્યા છે, જો કે સાચી હકિકત એ છે કે કેજરીવાલ ક્યારેય પણ ઈન્કમ ટેક્સ વિભાગમાં ટેક્સ કમિશનરના પદ પર હતા જ નહીં, જેની ખાતરી રેવન્યૂ ઓફિસરોના એસોસિએશનએ કરી છે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ખોટા દાવાઓની પોલને કેન્દ્ર સરકારએ સુપ્રિમ કોર્ટમાં કરેલી એફિડેવીટથી ઢાંકવાની કોશિશ કરતા સૌરભ ભારદ્વાજએ કહ્યું કે, સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક એફિડેવીટમાં કહ્યું કે, દિલ્હીમાં પ્રદુષણમાં ઘટાડો થયો છે. આ પહેલીવાર છે કે કેજરીવાલ એન્ડ પાર્ટીએ પોતાની ખોટી વાતને છુપાવવા માટે કેન્દ્ર સરકારના એફિડેવીટનો ઉપયોગ કરવો પડયો, નહીંતર પોતની જાતને સક્ષમ માનનાર આમ આદમી પાર્ટી ગ્રીન પીસ ઇન્ડિયાની જેમ જ બધાની વાતને નકારી કાઢે છે. સૌરભ ભારદ્વાજના અનુસાર, આ વર્ષ ઓક્ટોબર અને નવેમ્બરમાં પ્રદુષણ થવાનું મુખ્ય કારણ પરાલીને બાળવું છે. કેજરીવાલએ દાવો કર્યો હતો કે, વર્ષ 2016થી 2018ની વચ્ચે પીએમ લેવલ ઘટીને લગભગ 115 થઇ ગયો છે, જે લગભગ વર્ષ 2012 અને 2014ની વચ્ચે 154 થઇ ગયો, પરંતુ પર્યાવરણના ક્ષેત્રમાં કામ કરનાર સંસ્થા ગ્રીન પીસ ઇન્ડિયાએ કેજરીવાલના દાવો તદન ખોટો સાબિત થયો છે. ગ્રીન પીસ ઇન્ડિયાએ જાહેર કરેલા નિવેદનમાં કહ્યું કે દિલ્હી સીએમ કેજરીવાલનો કરવામાં આવેલો દાવો સાચો નથી કે છેલ્લા કેટલાક વર્ષો દરમ્યાન રાજધાની દિલ્હીના વાયુ પ્રદુષણમાં 25% ઘટાડો આવ્યો છે. જો કે ગ્રીન પીસના દાવાને લઇને હંમેશાની જેમ એક વાર ફરી આમ આદમી પાર્ટી પોતાના દાવા પર અડગ રહી છે, કારણકે કેજરીવાલના ખોટાતંત્રને લોકતંત્રની સીઢી બનાવનાર બધી એજન્સી એડ્રેસ વગરના મકાનમાં આવેલી છે, ત્યાં સુધી છેલ્લા પાંચ વર્ષમાં દુનિયાની કોઇ પણ જાસુસી એજન્સી પહોંચી શકી નથી. આમ તો અરવિંદ કેજરીવાલના ખોટા દાવાઓની એક લાંબી લિસ્ટ છે, જેને લઇને એક ખોટી મહાગાથા લખી શકાય છે, પરંતુ કેજરીવાલ ક્યારેય પણ આ વાતનો સ્વીકાર કરશે નહીં. જુઠાણાના પગથીયા પર પગ મુકિને સત્તાના સિંહાસન પર બેસનાર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની આ વ્યક્તિગત આદત છે કે રાજનૈતિક જરૂરીયાત એ તો એક સંશોધનનો વિષય છે, પરંતુ કેજરીવાલએ સાવધાન રહેવું જોઇએ, કારણકે આવનારા સમયમાં તેમનો આ ખોટા દાવાઓ ક્યાંક તેમને જ ભારી ના પડી જાય.