લોકતંત્રના ત્રણેય સ્થંભોને તોડી પાડવા કોશીશ થઈ: ચર્ચા વગર બજેટને મંજુરી: રાહુલના સભ્યપદ સહિતના મુદાઓનો ઉલ્લેખ
લાંબા સમયથી રાજકીય મૌન ધારણ કરનાર કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર તાજેતરનો સૌથી મોટો હુમલો કરતા આરોપ મુકયો હતો કે સરકાર વિપક્ષનો ‘અવાજ’ દબાવવા કોશીશ કરી રહી છે. દક્ષિણના જાણીતા અંગ્રેજી અખબાર એક લેખમાં સોનિયા ગાંધીએ સંસદના બજેટ સત્રની કાર્યવાહી ખોરવાઈ
- Advertisement -
તે માટે સરકારને જ જવાબદાર ગણાવતા કહ્યું કે મૌન રહેવાથી દેશની સમસ્યા હલ થશે નહી. શ્રીમતી ગાંધી પોતાના સૌથી આકરા લેખમાં શ્રીમતી ગાંધીએ લખ્યું કે વિપક્ષી નેતાઓના ભાષણ સંસદની કાર્યવાહી પરથી હટાવી લેવામાં આવે છે અને બજેટ કોઈ ચર્ચા વગર જ મંજુર કરી દેવામાં આવે છે. શ્રીમતી ગાંધીએ વધુ આકરો પ્રહાર કરતા કહ્યું કે લોકતંત્રના ત્રણેય સ્થંભોને નષ્ટ કરવાની કોશીશ થઈ રહી છે તથા સંસદમાં બેરોજગારી સહિતને મુદે ચર્ચા થવા દીધી નથી.
ન્યાયમૂર્તિને પણ વ્યવસ્થિત રીતે ધ્વંશ કરવાની કોશીશ ચાલુ છે અને સંસદની હાલની ઘટનાઓને જોવામાં આવે તો સદસ્યતા પણ ખત્મ કરવામાં આવી રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હરકતો તેના શબ્દો કરતા વધુ જોરથી બોલે છે. તેઓએ વિપક્ષી નેતાઓ સામે કેન્દ્રીય એજન્સીઓના કેસોનો પણ ઉલ્લેખ કર્યો હતો.