લાસવેગાસ ખાતે 25 સ્ટેટમાંથી 350 ફેમિલી 650 જેટલા કોમ્યુનિટી મેમ્બર્સ ક્ધવેન્શનમાં જોડાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
માદરે વતનથી દૂર અમેરિકા ખાતે વસવાટ કરતાં કડવા પાટીદાર પરિવારના સામાજિક સંબંધોને જીવંત રાખતા અને વતનમાં જ્ઞાતિજનોને મદદ કરતી સંસ્થા કડવા પાટીદાર સમાજ ઓફ નોર્થ અમેરિકા ઊંઙજગઅ દ્વારા અમેરિકામાં વસતા કડવા પાટીદાર પરિવારો માટે અમેરિકાના લાસવેગાસ ખાતે સૌરાષ્ટ્ર કડવા પાટીદારોનું ગ્લોબલ ક્ધવેન્શન યોજાયું હતું.
અમેરિકાના લાસવેગાસ ખાતે હોટેલ વેનેસીયનમાં યોજાયેલ આ ક્ધવેન્શનમાં કેનેડા, ઈન્ડિયા, આફ્રિકા સહિત લગભગ 25 જેટલા સ્ટેટમાંથી 350 જેટલા પરિવારો અને 650 જેટલા જ્ઞાતિજનો જોડાયા હતા. ભારતથી ઉમિયા માતાજી મંદિર સિદસરના ઉપપ્રમુખ ચીમનભાઈ સાપરીયા, ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા, મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ, જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ગાંઠીલાના પ્રમુખ નિલેશભાઈ ધુલેશીયા, દાવત બેવરેજીસના ચંદુભાઈ ખાનપરા, અમદાવાદથી અંકુરભાઈ ભાલોડીયા, દિપકભાઈ ગોવાણી સહિતના મહાનુભાવો સાથે સુરતના ઉદ્યોગપતિ અને હજારો મા-બાપવિહોણી દીકરીઓના લગ્ન કરાવનાર મહેશભાઈ સવાણીએ આ ક્ધવેન્શનમાં હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં બોર્ડ ઓફ ટ્રસ્ટીઓ ડો. જમનભાઈ કોટડીયા, ડો. ભાણજીભાઈ કુંડારીયા, દિનેશભાઈ કટારીયા, સંજયભાઈ કાલાવડીયા, પરાગભાઈ ભલાણી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ફેશન શો યોજાયો હતો, જેમાં 30થી 35 જેટલા યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. ક્ધવેન્શનમાં સહયોગ આપનાર દાતાઓનું સન્માન કરાયું હતું. કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકા દ્વારા આ ગ્લોબલ ક્ધવેન્શનના બીજા દિવસે જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણજન્મની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ સામાજિક ગ્લોબલ ક્ધવેન્શનના અંતિમ દિવસે યોગા મેડિટેશન બિઝનેશ ફોરમ અને હેલ્થ કેર સેશનમાં ઉપયોગી માહિતીની ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં ઊંઙજગઅના પ્રમુખ મનસુખભાઈ કોટડીયા, ઉપપ્રમુખ અલ્પેશભાઈ કનેરીયા બોર્ડ ઓફ ટ્રસ્ટીઓ દ્વારા આ ત્રિદિવસીય ક્ધવેન્શનમાં ઉપસ્થિત આમંત્રિતો, મહેમાનો, મહાનુભાવો તેમજ સહયોગ આપનાર દરેકનો આભાર માન્યો હતો.



