હરીહરાનંદ બાપુએ આપેલી નોટીસ સોશિયલ મિડીયા પર વાયરલ થઇ
વર્ષ 2014માં ભારતી આશ્રમ છોડયાં બાદ ગુરૂએ નોટીસ આપી હતી
- Advertisement -
ખાસ ખબરસંવાદદાતા
સરખેજ ભારતી આશ્રમનો વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદમાં નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે. ત્યારે સોશિયલ મિડીયા પર હાલ એક નોટીસ વાયરલ થઇ છે.
આ નોટીસ વર્ષ 2014માં હરીહરાનંદ ભારતીબાપુએ આપી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2010માં ઋષિભારતીને શિષ્ય બનાવવામાં આવ્યાં હતાં. બાદ ચારથી પાંચ વર્ષ ભારતી આશ્રમનો વહીવટ સંભાળતા હતાં. તેની ચાલ સલગત પરંપરાની સદંતર વિરૂધ્ધ હોય તને આશ્રમમાંથી રજા આપી દીધી છે. અને કોઇ લેવા દેવા ન હોવાનો ઉલ્લેખ કરાયો હતો. હાલ આ પ્રકારનો નોટીસ સોશિયલ મિડીયા પર ફરી છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી ફરી ભારતી આશ્રમમાં આવી ગયા હતા અને બ્રહ્મલીન ભારતીબાપુની સેવા કરતા નજરે પડ્યાં હતાં. મોટાભાગે સરખેજ આશ્રમ સંભાળતા હતાં. વર્ષ 2014માં ભારતી આશ્રમમાંથી રજા આપ્યાં બાદ ઋષિભારતી બાપુ રાજકોટ જિલ્લાનાં કોટડા સાંગાણી તાલુકાનાં અરડોઇ ગામે આવેલા દેવકુબા આશ્રમ વાસુકીધામ સંભાળતા હતાં. અહીં વહીવટ સંભાળ્યાં બાદ વિદેશમાં કથા માટે જતા હતાં.