ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢના જલારામ ભકિતધામમા 223 દિવડાઓની અદભૂત સંધ્યા આરતી સાથે દિવંગત આત્માઓના કલ્યાણ અર્થે પ્રાર્થના સભા યોજાઈ હતી. જુનાગઢના ઝાંઝરડા રોડ સ્થિત જલારામ મંદિરે જલારામબાપાની 223મી જન્મ જયંતિ પ્રસંગે સમગ્ર લોહાણા નાત અને જલારામ ભક્તો માટે સમૂહ ભોજન સહિત અનેકવિધ કાર્યક્રમોનું ભાતીગળ આયોજન થયેલું. મોરબીની દુર્ઘટના ને કારણે સમૂહ ભોજનનો કાર્યક્રમ રદ કરેલો તેના સ્થાને સાંજની આરતી સમયે આ દુર્ઘટનામાં દિવંગત થયેલા આત્માઓની શાંતિ અર્થે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું.તેમા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. બે મિનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. ત્યાર બાદ 223 દિવડાઓની શૃંખલા સાથે સંધ્યા આરતી કરવામા આવી હતી.
જૂનાગઢ ઝાંઝરડા રોડ જલારામ મંદિરે દિવંગત લોકોને શ્રદ્ધાંજલિ આપી
