દિવાળીના તહેવારો દરમિયાન ક્યા ડોક્ટરો પોતાની ફરજ ઉપર હાજર હશે તેની જાણકારી રાખવી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
હંમેશા લાઇસન્સ ધરાવતી દુકાનેથી જ ફટાકડા ખરીદો, ફટાકડા બંધ ખોખા ડબ્બામાં રાખો, ફટાકડા સળગી ઊઠે કે સળગતી વસ્તુઓથી દૂર રાખો, ફટાકડાઓ સાથે સૂચવેલ સલામતીની બધી સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરો, ફટાકડાઓ ફોડવા માટે રમતના મેદાન ખેતરો જેવી ખુલ્લી જગ્યા પસંદ કરો, ફટાકડા સળગાવતી વખતે તમારી જાતને સલામત અંતરે દૂર રાખો, ઉપયોગમાં લઈ લીધેલા ફટાકડાઓને પાણી ભરેલી ડોલમાં નાખો, દાજી જવાના કિસ્સામાં ઉપયોગમાં લઈ શકાય તે માટે પાણી ભરેલી ડોલ તૈયાર રાખો, આગ સામે મહત્તમ સલામતી માટે જાડા અને સુતરાઓ કપડા પહેરો આમ છતાં કપડા આગ પકડી લે તો થોભી જાઓ જમીન ઉપર આડા સૂઈ જાય આળોટો, ઈજાગ્રસ્તને દાજી જવાથી બળતરા થતી હોય તો તે ભાગ ઉપર બળતરા બંધ થઈ ન થાય ત્યાં સુધી પાણી રેડવાનું ચાલુ રાખો, અગર આંગળી કે અંગૂઠા દાઝી/બળી ગયેલા હોય તો તેના ઉપર સૂકા ધંધો મુક્ત કરેલા ચોંટી ન જાય તેવા પાટા બાંધો, ખાતરી કરો કે દાગ બળી ગયેલ અસરગ્રસ્ત ના સ્વાદ ચાલુ છે
- Advertisement -
જો તે બંધ થઈ ગયેલ હોય અને હવાની અવરજવરમાં કોઈ અવરોધ હોય તો તે માર્ગ ખોલી નાખો જરૂર જણાય તો બચાવ શ્વાસ ચાલુ કરો,દાઝી/બળી ગયેલા ભાગને એવી રીતે રાખો કે જેથી દબાણ કે ઘર્ષણથી તેને રક્ષણ મળે, દાઝી/બળી ગયેલા ભાગને જંતુમુક્ત કરેલા ચોખા કપડાના પાટા વડે આવરી લો (ધાબળા કે ટુવાલનો આ માટે ઉપયોગ કરવો નહીં), યોગ્ય તબીબી સારવાર માટે બને તેટલી ઝડપથી ડોક્ટરનો સંપર્ક કરો, જો આંખને દાજવાથી ઈજા થઈ હોય તો આંખના નિષ્ણાંત ડોક્ટરનો સંપર્ક કરો, જરૂર જણાય એ ફાયર બ્રિગેડ નો ફોન નંબર 101/108 ઉપર અને એમ્બ્યુલન્સ માટે ફોન નંબર 102/108 ઉપર સંપર્ક કરો, દિવાળીના તહેવારો દરમિયાન ત્યાં ડોક્ટરો પોતાની ફરજ ઉપર હાજર હશે તેની જાણકારી મેળવવી રાખો.



