By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા અને ભેદભાવના કેસોમાં ચોંકાવનારો વધારો
    12 minutes ago
    ભારતને રિટર્ન ગિફ્ટ આપશે રશિયા! મોસ્કો જઈને કમાણી કરી શકશે હજારો ભારતીયો
    1 day ago
    દુનિયાને છેતરીને ઈઝરાયલમાં મોજ કરી રહ્યો છે જેફરી એપસ્ટિન! પ્રિન્સ એન્ડ્ર્યુની એક્સનો સનસનીખેજ દાવો
    1 day ago
    ઈરાને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાને ફટકારી 44 વર્ષની જેલની સજા! જાણો કોણ છે નરગીસ મોહમ્મદી?
    1 day ago
    યુક્રેનના ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રકચર પર રશિયાનો વધુ એક ભીષણ હુમલો, 400 ડ્રોન અને 40 મિસાઈલ છોડી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    15 ફેબ્રુઆરીએ જામશે ભારત-પાક. હાઈ-વોલ્ટેજ જંગ; ક્રિકેટ ચાહકોમાં ખુશીનો માહોલ
    41 minutes ago
    લોકસભા સ્પીકર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર રાહુલ ગાંધીએ ન કર્યા હસ્તાક્ષર, કોંગ્રેસે આપ્યું કારણ
    2 hours ago
    સંસદમાં આરપાર: ભાજપના મહિલા સાંસદોનો સ્પીકરને પત્ર, કહ્યું- વિપક્ષનું વર્તન લોકશાહી માટે શરમજનક
    3 hours ago
    લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ, વિપક્ષના 118 સાંસદોની સહી
    3 hours ago
    અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં હત્યા, રોહિત ગોદારા ગેંગે લીધી જવાબદારી
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    4 hours ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    1 day ago
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    3 days ago
    12 ચોગ્ગા, 13 છગ્ગા… અંડર 19 વર્લ્ડકપ ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ ફટકાર્યા 150+ રન
    4 days ago
    T20 વર્લ્ડ કપમાં ભારત-પાક મેચ અંગે સસ્પેન્સ ઘેરાયું, BCCI સચિવે કહ્યું- ‘ICCએ હજુ કંઇ કહ્યું નથી..’
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    2 hours ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    4 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    4 days ago
    6 વાર લોહી ચઢાવ્યું અને 100 દિવસ NICUમાં: નિક જોનસે જણાવી દીકરી માલતીના જન્મ સમયની કહાની
    5 days ago
    ધુરંધર 2 ધ રિવેન્જ ટીઝર રિલીઝ: રણવીર સિંહનો જસકીરત સિંહ રંગી લ્યારીમાં લોહીનું પાણી રેડવા માટે હમઝામાં પરિવર્તિત થાય છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૂનાગઢ: મહાશિવરાત્રિ પૂર્વે જ વાતાવરણ ડહોળવાનાં પ્રયાસથી સાધુ – સંતોમાં રોષ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > જૂનાગઢ: મહાશિવરાત્રિ પૂર્વે જ વાતાવરણ ડહોળવાનાં પ્રયાસથી સાધુ – સંતોમાં રોષ
જુનાગઢ

જૂનાગઢ: મહાશિવરાત્રિ પૂર્વે જ વાતાવરણ ડહોળવાનાં પ્રયાસથી સાધુ – સંતોમાં રોષ

Khaskhabar Editor
Last updated: 2026/02/10 at 4:37 PM
Khaskhabar Editor 7 minutes ago
Share
4 Min Read
SHARE

ગિરનાર ઓઘડ ટૂક પર જૈન સંપ્રદાયનો ઝંડો ફરકાવાતા વિવાદિત મામલો

પોલીસને ટૂક પરથી ચરણ પાદુકા મળી, ઓઘડ ટૂક પર રક્ષિત સ્મારકનું બોર્ડ લગાવ્યું 

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10

ગિરનારની પવિત્ર ધરા પર મહાશિવરાત્રીના મેળા પૂર્વે જ ધાર્મિક સંવાદિતા ડહોળવાનો ગંભીર પ્રયાસ સામે આવ્યો છે. ગિરનાર પર્વત પર આવેલા નાથ સંપ્રદાયના પવિત્ર શિખર ‘ઓઘડ ટૂંક’ પર જૈન સંપ્રદાયનો ઝંડો ફરકાવવા અને ઉશ્ર્કેરણીજનક વીડિયો વાયરલ કરવાના મામલે સનાતની સાધુ-સંતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ ઘટના બાદ સ્થાનિક પ્રશાસન અને પોલીસ તંત્ર દોડતું થયું છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં સફેદ વસ્ત્રો પહેરેલા બે યુવકો ઓઘડ ટૂંક પર જૈન સંપ્રદાયનો ધ્વજ ફરકાવતા જોવા મળે છે. આ ઉપરાંત, દિગંબર જૈન મુનિ સુનિલ સાગરનો પણ એક સંદેશ વાયરલ થયો છે, જેમાં તેઓ ઓઘડ નાથ શિખર પર બેસીને કથિત રીતે ઉશ્ર્કેરણીજનક વાક્યો લખતા અને સાધના કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સનાતની સાધુ-સંતોનો આરોપ છે કે જૈન સંપ્રદાય જાણીજોઈને આવા વીડિયો બનાવીને ગિરનાર પર પોતાના ખોટા હક-દાવા રજૂ કરી રહ્યા છે. સાધુ-સંતોના જણાવ્યા મુજબ, ઓઘડ ટૂંક એ સનાતન ધર્મના નાથ સંપ્રદાયનું પવિત્ર સ્થાન છે, જ્યાં આ પ્રકારની ગતિવિધિઓ કરીને બંને સંપ્રદાયો વચ્ચે વૈમનસ્ય પેદા કરવાનો હીન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાના વિરોધમાં ગિરનાર ગોરખનાથ ટૂંકના મહંત સોમનાથબાપુની આગેવાનીમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો અને ભક્તો ભવનાથ પોલીસ સ્ટેશને ઉમટી પડ્યા હતા. તેમણે આ મામલે ડીવાયએસપીને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવીને કડક કાર્યવાહીની માંગ કરી છે. સોમનાથબાપુએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પણ દત્ત શિખર અને અન્ય સ્થાનો પર આ રીતે મનગડત દાવાઓ કરવામાં આવ્યા છે. પ્રશાસનને અનેક પુરાવાઓ આપવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા હવે જૈન સાધકોની હિંમત વધી રહી છે અને તેઓ ખુલ્લેઆમ વીડિયો બનાવી સમાજને ગુમરાહ કરી રહ્યા છે. સનાતની સાધુઓની પ્રબળ માંગ છે કે જવાબદાર જૈન સંપ્રદાય અને અજાણ્યા શખ્સો સામે તાત્કાલિક ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવે. ફરિયાદ મળતા જ ભવનાથ પોલીસ એક્શનમાં આવી છે. ઝંડો ફરકાવનાર સુધી પહોંચવા માટે ગિરનાર પર્વત પરના અંદાજે 50 થી 60 જેટલા સીસીટીવી કેમેરાની ફૂટેજની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. પીએસઆઇ આર.એસ. ડામોરની ટીમે ઓઘડ ટૂંક પર પહોંચીને સ્થળ પર પંચનામું કર્યું હતું. તપાસ દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી પિત્તળની ચરણ પાદુકા મળી આવી છે, જેને કાયદેસરની કાર્યવાહી માટે કબજે કરવામાં આવી છે. વિવાદ વધુ ન વકરે તે માટે તંત્ર દ્વારા ઓઘડ ટૂંક પર ’રક્ષિત સ્મારક’ હોવાનું સત્તાવાર બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા બંને પક્ષોને શાંતિ જાળવવા અને ધાર્મિક સંવાદિતા ન બગાડવા અપીલ કરવામાં આવી છે. વન વિભાગ અને પુરાતત્વ ખાતાને પણ આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. બીજી તરફ, સાધુ-સંતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર હવે આંખ આડા કાન કરશે અને જવાબદારો સામે ધોરણસરની કાર્યવાહી નહીં કરે, તો આગામી દિવસોમાં સનાતની સાધુઓ આંદોલનનો માર્ગ અપનાવશે. મહાશિવરાત્રીના મેળા પૂર્વે બનેલી આ ઘટનાએ સમગ્ર જૂનાગઢમાં ભારે ચર્ચા જગાવી છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં કયા તથ્યો બહાર આવે છે અને પ્રશાસન આ સંવેદનશીલ મુદ્દે શું નિર્ણાયક પગલાં ભરે છે.

You Might Also Like

ભારતીય જ્ઞાન પરંપરા જ વિશ્ર્વને શાંતિનો માર્ગ બતાવશે: કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ

જૂનાગઢ મહાશિવરાત્રી પર્વે 15 ફેબ્રુ.એ શહેરની તમામ મટન-ફિશ માર્કેટ બંધ રાખવા આદેશ

ભવનાથ તળેટી, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને ધર્મસ્થાનોમાં સઘન ‘એન્ટી સબોટેઝ’ ચેકિંગ

માળિયાહાટિના જુથળ સેવા સહકારી મંડળીમાં રૂપિયા 2.09 કરોડની મોટી ઉચાપત, મંત્રી સામે ગુનો દાખલ

જૂનાગઢ મનપા હસ્તક આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ, 24 કેન્દ્રોમાં કામગીરી પૂર્ણ, 29 કેન્દ્રો પ્રગતિ હેઠળ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુરેન્દ્રનગર જિલ્લામાં 24 હજારથી વધુ ફોર્મ નં. 7 ભરાયા હોવાનો આક્ષેપ
Next Article ભવનાથ તળેટી, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને ધર્મસ્થાનોમાં સઘન ‘એન્ટી સબોટેઝ’ ચેકિંગ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ભારતીય જ્ઞાન પરંપરા જ વિશ્ર્વને શાંતિનો માર્ગ બતાવશે: કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
જૂનાગઢ મહાશિવરાત્રી પર્વે 15 ફેબ્રુ.એ શહેરની તમામ મટન-ફિશ માર્કેટ બંધ રાખવા આદેશ
ભવનાથ તળેટી, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને ધર્મસ્થાનોમાં સઘન ‘એન્ટી સબોટેઝ’ ચેકિંગ
સુરેન્દ્રનગર જિલ્લામાં 24 હજારથી વધુ ફોર્મ નં. 7 ભરાયા હોવાનો આક્ષેપ
ધ્રાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામે ખનિજ ચોરી પર રાજકીય છત્રછાયા
રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા અને ભેદભાવના કેસોમાં ચોંકાવનારો વધારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

ભારતીય જ્ઞાન પરંપરા જ વિશ્ર્વને શાંતિનો માર્ગ બતાવશે: કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
જુનાગઢ

જૂનાગઢ મહાશિવરાત્રી પર્વે 15 ફેબ્રુ.એ શહેરની તમામ મટન-ફિશ માર્કેટ બંધ રાખવા આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
જુનાગઢ

ભવનાથ તળેટી, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને ધર્મસ્થાનોમાં સઘન ‘એન્ટી સબોટેઝ’ ચેકિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?