ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
જૂનાગઢ પોલીસ વિભાગ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવામાં આવેલ સીસીટીવી કેમરાના માધ્યમથી અનેક લોકોના ખોવયેલ કિંમતી સામાન તેમજ રોકડ રૂપિયા સહીત જરૂરી ડોક્યુમેન્ટ સાથે મોબાઈલ ગુમ થવાના બનાવો સામે આવે છે ત્યારે અરજદાર દ્વારા પોલીસનો સંપર્ક કરે છે ત્યારે નેત્રમ શાખાના પીએસઆઇ પ્રતીક મશરૂ અને તેની ટિમ દ્વારા ગણતરીની કલાકોમાં અનેક લોકોના કિંમતી સામાન પરત આપવામાં સફળતા મળી છે. જૂનાગઢ પોલીસ પ્રજાની મિત્રના સૂત્રને ફરી એકવાર સાર્થક કર્યું છે.
- Advertisement -
જૂનાગઢ વતની ભુપેન્દ્રભાઇ રમણીકભાઇ પીઠીયા પોતાનું કામ પરથી મધુરમ જવા માટે ઓટો રિક્ષામાં બેસેલ તે દરમ્યાન તેમનો રૂ. 12,000ની કિંમતનો મોબાઇલ રિક્ષામાં ભુલાઇ ગયેલ હોય અને રિક્ષા શોધવાનો પ્રયત્ન કરેલ પરંતુ રિક્ષા ન મળતા અને મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ થઇ ગયેલ હોય જેથી ખોવાયેલ મોબાઇલ ફોન માટે નેત્રમ શાખાના પીએસઆઇ પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ અને રીક્ષા ચાલકને શોધી પોલીસની ભાષામાં સમજાવતા તુરંત મોબાઈલ ફોન પરત કર્યો હતો અને પોલીસે ખોવાયેલ મોબાઈલ મૂળ માલિકને પરત કરતા આભાર માન્યો હતો.