સરદાર ચોકથી મધુરમ સુધી 108 દબાણો દૂર કર્યા
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યના શહેરો અને મહાનગર માં રખડતા ઢોરના ત્રાસથી અનેક મૃત્યુના બનાવો સામે આવ્યા છે ત્યારે હાઇકોર્ટની ફટકાર બાદ જૂનાગઢ મનપા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી શરુ કરી છે જેમાં કુલ 26 ઢોર પકડવામાં આવ્યા છે તેમજ રોજ બરોજ જાહેરમાં ઘાસચારો વેચનાર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી રહી છે ત્યારે શહેરમાં રખડતા ઢોરની સાંખ્યના પ્રમાણે ખુબ મંદ ગતિએ ઢોર પાકવાની કામીગીરી જોવા મળી રહી છે. બીજી તરફ શહેરમાં ટ્રાફિક સમસ્યાના લીધે શહેરમાં સરદાર ચોકથી મોતીબાગ સર્કલ સુધી 50 લારી ગલ્લાઓના દબાણો દૂર કરવામાં આવ્યા,અને એગ્રી યુનિવર્સીટીના ગેઇટ એકથી મધુરમ સુઘી 58 દબાણો દૂર કરવામાં આવ્યા,આમ કુલ 108 દબાણો દૂર કરવામાં આવ્યા હતા ત્યારે સ્થાનિક લોકો એવા સવાલ કરે છે કે મોટા માથાના ગેરકાયદેસર દબાણો દૂર કરતા નથી અને નાના લારી ગલ્લા વાળને મનપા હટાવીને જાણે સિંઘમ હોય તે રીતે કામ કરી રહ્યું છે.