ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લામાં સ્વચ્છતા અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના દ્વારા વોર્ડ નં-2 અને સોમનાથ મંદિર,ભાલકા મંદીરની આસપાસ સહિતના વિસ્તારની સાફ સફાઇ કરવામાં આવી હતી. સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર ,કાઉન્સેલર સહિતનાઓએ વોર્ડ નં-2 અને સોમનાથ મંદિર ,ભાલકા મંદીરના વિસ્તાર અને તેની આજુબાજુના વિસ્તારની સાફ સફાઇ કરવામા આવી હતી. અને તે વિસ્તારમાંથી સિંગલ યુઝ પ્લાસ્ટિક વેચતા સામે દંડ ની કાર્યવાહી કરવામાં
આવી હતી.