ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મનપા દ્વારા સ્વછતાઇ સેવા સફાઇ ઝુંબેશના ભાગરૂપે વડાલ સુખપુર હાઇવે એન્ટ્રી પોઇન્ટમાં સફાઇ અભિયાન તેમજ વોર્ડ નં.1 થી 15માં આવતા અવિકસિત અને અનિયમિત વિસ્તારમાં તેમજ ધાર્મિક સ્થળો પર સઘન સફાઇ ઝુંબેશ ચલાવવામાં આવેલ જેમાં સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ હાજાભાઇ ચુડાસમા અને રાજુભાઇ ત્રીવેદી અને વિનાયકબાપુ તેમજ સેને.સુપર વાઇજર તેમજ એસ આઇની હાજરીમાં સફાઇ અભિયાન ચલાવવામાં આવ્યુ જેમાં કચરો તેમજ સીએનડી વેસ્ટ તથા ઝારી ઝાંખડા સહિત આશરે કચરો 45 ટન જેટલો કુલ માણસો 130 તેમજ ટ્રેકટર 4 જેસીબી 3 અને સુપડી 1 તેમજ ટીપર વાન દ્વારા કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.