ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સ્વચ્છતા હી સેવા ઝુંબેશને વધુ વેગ આપવા મહાનગરપાલિકા દ્વારા હેરિટેજ ખાપરા કોડિયાની ગુફા સહિતના જાહેર સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ખાપરા કોડીયાની ગુફા ઉપરાંત શહેરમાં વોર્ડ નંબર-2માં ખામધ્રોલ ગામ, સુભાષ કોલેજ રોડ અને મહાપુરુષોની પ્રતિમાની પણ સાફ-સફાઈ કરવામાં આવી હતી.આ સફાઈ અભિયાનમાં સીએનડી વેસ્ટ, કચરા તથા ઝાડી ઝાંખરા સહિત આશરે 38 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં 80 જેટલા લોકો જોડાયા હતા ઉપરાંત ત્રણ ટ્રેક્ટર,એક જેસીબી અને એક સુપડા દ્વારા કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.