ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સ્વછતા હિ સેવા સફાઈ ઝુંબેશના ભાગરૂપે શહેરના વોર્ડ નં 5માં ઝાંઝરડા ચોકડી થી ઝાંઝરડા ગામ થી ચોબારી ફાટક મેઈનરોડ સુધી તેમજ, વોર્ડ નં. 1 થી 15 માં આવતી આંગણવાડીઓ, સ્કૂલ, કોલેજ માં સઘન સફાઈ ઝુંબેશ યોજાઈ હતી. જેમાં કચરો તેમજ સી એન ડી વેસ્ટ તથા ઝારી ઝાંખડા સહીત આશરે 55 ટન કચરો માણસો 150 તેમજ ટ્રેકટર 3 જેસીબી 1 અને સૂપડી 1 તેમજ ટીપર વાન દ્વારા કચરો નિકાલ કરવામાં આવ્યો હતો. આ સફાઈ ઝુંબેશ વોર્ડ પ્રભારી સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ હાજાભાઈ ચુડાસમા, રાજુભાઈ ત્રિવેદી અને વિનાયકભાઈ અને એસ આઇ ના માર્ગદર્શન હેઠળ યોજાયું હતુ.
જૂનાગઢ: સ્વચ્છતા હિ સેવા ઝુંબેશના ભાગરૂપે વોર્ડ નં. 5માં 55 ટન કચરો એકત્ર કર્યો
