જૂનાગઢ મહાનગર ના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાનું રિસ્ટરોરેશન હાલ શરૂ થયેલ છે ત્યારે જૂનાગઢ મુસ્લિમ સમાજ દ્વારા કલેકટર શ્રીને આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવિકે આ કિલ્લામાં આવેલ અતિ પ્રાચીન જામાં મસ્જિદ કે જેનુ ઐતિહાસિક દ્રષ્ટિએ અનેરું મહત્વ છે ઉપરાંત મુસ્લિમ સમાજ ની આસ્થા નું કેન્દ્ર છે તદ્ ઉપરાંત સરકાર શ્રી એ બનાવેલ ટ્રસ્ટ જેના રજીસ્ટ્રેશન નંબર બી/27 જૂનાગઢ તારીખ 1/9/1967 ટ્રસ્ટનું નામ ઉપરકોટ જામાં મસ્જિદ જૂનાગઢ તેમજ ટ્રસ્ટી તરીકે સરકાર શ્રી વતી મામલતદાર શ્રી હોદા ની રૂએ નિયુકત થયેલ હોઈ ટ્રસ્ટ નો ઉદેશ મુસ્લીમ સમાજ ને નમાઝ પઢવા મસ્જિદ ની સુચારુ વ્યાવસ્થા કરી જાળવણી કરવી આ પબ્લિક વકફ ટ્રસ્ટ રજીસ્ટર માં સ્થાવર મિલકત તરીકે સરકાર શ્રી ની માલિકી માં ઉપરકોટ માં મસ્જિદ આવેલ છે તેમ દર્શાવેલ છે આ મસ્જિદ ની કિમંત અમૂલ્ય હોઈ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ની કચેરી માં નોંધાયેલ આ ટ્રસ્ટ ની મસ્જિદ રાજાશાહી ની ઓતિહાસિક પ્રાચીન મસ્જિદ હોઈ હાલ આ મસ્જિદ સહિત ઉપરકોટ કિલ્લાનું રી સ્ટોરેશન થઈ રહેલા હોઈ ત્યારે અંદાજિત 600 વર્ષ પુરાણી આ મસ્જીદ પર્યટકો માટે આકર્ષણ નું કેન્દ્ર હોઈ એતિહાસિક વિરાસત હોઈ જેથી તેની મૂળ સ્થિતિ માં કોઈ ફેરફાર ના થાઈ અને તેનો મૂળભુત હેતુ જળવાઈ રહે તે જરૂરી છે આ બાબતે કલેક્ટર શ્રી દ્વારા સંબંધીતો ને તાકીદ કરવામાં આવે અને જરૂરી સૂચના આપવામાં આવે અને કોઈ જાતનો મૂળ સ્થિતિ માં ફેરફાર ના થઇ તેવી મુસ્લિમ સમાજ જૂનાગઢ ની માંગણી છે અને ભવિષ્ય માં આ પ્રશ્ન ને લઇ જૂનાગઢ શહેર ની કાયદો અને વ્યવસ્થા જોખમાય નહીં તેવી માંગ કરવામાં આવી હતી. આ તકે મુસ્લિમ સમાજ ના ધર્મ ગુરુ હઝરત ગુલઝાર બાપુ.મનપા વિરોધ પક્ષ ના નેતા અદરેમાનભાઈ પંજા.સફિભાઈ સોરઠીયા.હનીફ ભાઈ જેઠવા. અશરફ ભાઈ થયીમ.વાહબભાઈ કુરેશી.લતીફ બાપુ કાદરી.શાકિર ભાઈ બેલીમ.સોહેલ સિદ્દીકી.સહિત ના હાજર રહેલા.
હુસેન શાહ જુનાગઢ