ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારને વર્લ્ડ દિવસ તરીકે ઓળખાય છે જેના ભાગરૂપે જુનાગઢ જિલ્લા ખાતે આવેલ આરટીઓ ઓફિસ કચેરીએ વિશ્વ સ્મૃતિ દિવસ નિમિત્તે રોડ અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિને મીણબત્તી સળગાવી તથા પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી તથા આરટીઓ વિભાગ દ્વારા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી કે હું સદાયને માટે રોડ ટ્રાફિકને ના નિયમોનું પાલન કરીશ તથા કોઈપણ અકસ્માત કરીશ નહીં અને અકસ્માત ન થાય તેની તકેદારી રાખીશ,જો કોઈપણ રોડ અકસ્માત મારા ધ્યાને આવશે તો હું પ્રથમ મદદ દોડી જઈશ ને 108ને કટોકટીના સમયે કોલ કરી ઇજાગ્રસ્ત વ્યક્તિને મદદ કરીશ અને તેની મહામૂલી જિંદગી બચાવીશ જેવી પ્રતિજ્ઞા લેવામાં આવી. જુનાગઢ આરટીઓ ઓફિસર દ્વારા 108 ઈમરજન્સી સેવાની કામગીરીને સીલ્ડ દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.