108 એમ્બ્યુલન્સ માનવ જિંદગી બચાવમાં ફરી સફળતા પ્રાપ્ત કરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
108 એમ્બ્યુલન્સ જીવા દોરી સમાન છે.એવું ફરી વખત સાબિત થયું છે. ભેસાણ તાલુકાનાં સુખપર ગામમાં વાડી વિસ્તારમાં રેહતા અને મજૂરી કામ કરતા મહિલાને ડિલિવરીનો દુ:ખાવો થવાથી 108નો સંપર્ક કરવામાં આવેલ ત્યારે ભેસાણ 108માં ફરજ બજાવતા ઇએમટી વિશાલ કાથળ અને પાયલોટ વીપુલ સારિયા તુરંત સુખપુર વાડી વિસ્તારમાં પહોંચી ગયેલ અને સગર્ભા મહીલાને 108 એમ્બ્યુલન્સ મારફત હોસ્પીટલ જવા નીકળ્યા પરુંત રસ્તામાં મહિલાને અસહ્ય ડિલિવરીનો દુ:ખાવો શરુ થતા 108ના ઇએમટી વિશાલ કાથળ દ્વાર ચેક કરતા માલુમ થયેલ કે મહિલાને જોડ્યા બાળકો હતા.
- Advertisement -
108માં મહિલાને દુ:ખાવો શરુ થતાઅમદાવાદ હેડ ઓફિસ ડો.મહેશ સાથે ફોનમાં વાત કરી અને નોરમલ ડિલિવરી 108 એમ્બ્યુલન્સ માંજ કરવી પડી હતી અને જોડ્યા બાળકોનો જન્મ આપ્યો હતો ત્યારે 108 સ્ટાફ દ્વારા સમય સૂચકતાથી અને સુજબુજથી નોર્મલ ડિલિવરી 108 માંજ કરાવી અને જરૂરી સારવાર 108 એમ્બ્યુલન્સ માંજ આપી હતી આમ 108 એમ્બ્યુલન્સને લીધી 3 અમૂલ્ય જીવને નવું જીવન મળેલ છે.સારી કામગીરી બદલ જુનાગઢ જિલ્લાના અધિકારીઓ દ્વારા 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓની સરહારનીય કામગીરીને બિરદાવવામાં આવી હતી.