સૌરાષ્ટ્રની પ્રથમ ક્રમાંક જામનગર ની જી.જી.હોસ્પિટલ ના ગાયનેક વિભાગ માં દર્દીઓની હાલત કફોડી હોય તેવા વિડીયો સોશ્યલ મીડિયા માં વાયરલ થતા હોસ્પિટલ નું તંત્ર દોડતું થયું હતું. જેમાં વોર્ડમાં એક બેડ પર બે થી ત્રણ સગર્ભા દર્દીઓને સુવડાવવામાં આવતા હોય ત્યારે હોસ્પિટલ વડા એ પણ આ પરિસ્થિતિ અંગે એકરાર કર્યું હતું. અને હોસ્પિટલમાં એકાએક દર્દીઓનો વધારો થયો હોય જેથી આવી પરિસ્થિતિ સર્જાય હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
જામનગર ની સરકારી જી.જી.હોસ્પિટલ કે જ્યાં સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ સારવાર લેવા આવે છે. ત્યારે આજરોજ હોસ્પિટલ ના ગાયનેક વિભાગ ના વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા હતા. જેમાં વોર્ડમાં એક જ બેડ પર બે થી ત્રણ સગર્ભા દર્દીઓને સુવડાવ્યા હોવાનું સામે આવતા હોસ્પિટલ તંત્ર દોડતું થયું હતું. એટલું જ નહીં વિડીયો વાયરલ કરનાર તેમજ દર્દી ના સંબંધી એ મીડિયા સમક્ષ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, સગર્ભા દર્દીઓને હોસ્પિટલ માં સુવડાવવાની વ્યવસ્થા નથી તેમજ હોસ્પિટલ સ્ટાફ દ્વારા દર્દીઓ તેમજ પરિવાર જન સાથે અવાર નવાર અયોગ્ય વર્તન કરવામાં આવે છે. સામાન્ય અને ગરીબ વર્ગ ના લોકો અહીં સારવાર કરવા આવતા હોવાથી તેઓને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.
- Advertisement -
આ બાબતે હોસ્પિટલ અધિક્ષકે આ પરિસ્થિતિ અંગે એકરાર કરતા કહ્યું હતું કે, ગાયનેક વિભાગમાં દર્દીઓનો વધારો થયો છે તેમજ દર્દીના સંબંધીઓ પણ આવતા જતા હોવાથી ગિરદી વધારે થઈ હોવાનું સામે આવ્યું છે. અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા આ બાબત ને ધ્યાને લઇ વહેલીતકે આ સમસ્યા નો નિરાકરણ કરવામાં આવશે તેવું આશ્વાસન પણ આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલમાં એક જ બેડ પર બે થિ ત્રણ દર્દીઓને સુવડાવવા કેટલું યોગ્ય છે, અને કોવિડ 19 ને ધ્યાને રાખી સોશ્યલ ડિસ્ટન્સ નુ પાલન કરાવતા તંત્રને હોસ્પિટલ માં જ સોશ્યલ ડિસ્ટન્સ ના ધજાગરા કેમ ન દેખાયા? આવા અનેક સવાલો સાથે દર્દીઓના પરિવારજન એ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો.
સાગર સંઘાણી, જામનગર.