રિલાયન્સ ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ અને રાજ્યસભાના સંસદ પરિમલ નથવાણીએ ગયા અઠવાડિયે ઉપરા ઉપરી 3 ટ્વિટ કરી – જેમાં તેમને જામનગર જીલા પોલીસ વડા તરીકે આઈ.પી.એસ. અધિકારી દીપન ભદ્રનના પોસ્ટીંગને આવકાર્યું. ટ્વિટમાં તેમને એમ પણ જણાવ્યું કે, રેન્જ આઈ.જી સંદીપ સિંહે કેટલાંક રાજકારણીઓની મદદથી ગુનેગારોને મદદ પહોંચાડી છે. આ ટ્વિટમાં તેમને મુખ્યમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી અને વડા પ્રધાન સુદ્ધાને પણ ટેગ કર્યા!
પરિમલ નથવાણી એકદમ ઠરેલ અને સજ્જ વ્યક્તિ છે. જરૂરત વગર – વધારાનો એક શબ્દ પણ બોલે નહિ. તેઓ જયારે આવી ટવિટ કરતા હોય,આટલું સ્પષ્ટ લખતા હોઈ ત્યારે આપણે સમજી શકીયે કે મામલો ખુબ મોટો છે એ માત્ર કોઈ જ.ઙના પોસ્ટિંગ સબંધિત નથી. દીપન ભદ્રની નિમણુંક સાથે એક વાત તો સ્પષ્ટ થઈ છે કે,તેમનું પોસ્ટિંગ જામનગરના કુખ્યાત માફિયા જયેશ પટેલ ઉર્ફે જયસુખ રાણપરીયાને ઝેર કરવા થયું છે. અને આ બધું શરૂ થયું છે. એક સોશિયલ મીડિયા પોસ્ટ થકી !
આખો ખેલ બહુ મોટો છે. જયેશ પટેલ સામે આમતો કોઈને ઝાઝો વાંધો ન હતો. પૂનમબેન માડમને અને પરિમલ નથવાણીને હૈયે પણ રાતોરાત રામ વસ્યો હોય અને એમને જામનગરની જનતાની અચાનક જ ચિંતા થવા લાગી હોય એવું પણ નથી. જયેશ અહીં ઘણા સમયથી ખંડણી ઉઘરાવવાનું, જમીનો પચાવી પાડવાનું, ધાક-ધમકી આપીને મિલ્કતો ચાઉં કરી જવાના ગોરખ ધંધા ચલાવે છે. પોતાના પગ નીચે રેલો નહતો આવ્યો ત્યાં સુધી કોઈને એની ગુંડાગીરી સામે તકલીફ નહોતી પરંતુ એક વૃષારોપણ કાર્યક્રમમાં હાજર રહેલા પૂનમબેન માડમ નો ફોટો કોઈએ ફેસબુક પર મૂકીને એક દ્વિઅર્થી કમેન્ટ તેમાં મૂકી અને વાત ઠેઠ દીપન ભદ્રની નિમણુંક સુધી તથા નથવાણીની ટ્વિટ સુધી લંબાઈ ગઈ!
ફેસબૂક પરની એ પોસ્ટ ખરેખર દ્વિઅર્થી હતી. પોસ્ટ મુકનાર યુવાન જ્ઞાતીએ પટેલ છે. પૂનમબેનના સગાઓ આશિષ અને જીગરે પેલા યુવાન પાસે માફી માંગવાનું બીડું ઝડપ્યું હતું પરંતુ આખા મામલામાં જયેશ પટેલ કૂદી પડ્યો. તેને રાજકારણની વાત જ્ઞાતિવાદ સુધી લઇ જવા માટે તરકટ કર્યું અને પૂનમ માડમ ગ્રુપ સામે મોરચો માંડી દીધો. પુનમબેનના માણસ તરીકે ધરાર પોતાની ઓળખ આપતા ઈરફાન શેખ સાથેની વાતચિત્તની વાઇરલ થયેલી ઓડીઓ ક્લિપમાં જયેશ વારંવાર જ્ઞાતિવાદનું કાર્ડ ખેલ્યું. પોતાના અખબાર ‘નવાનગર ટાઈમ્સ’માં જયેશ પરિમલ નથવાણી વિરુદ્ધ ત્રણેક અહેવાલો પ્રકાશિત કરાવ્યા બીજી તરફ મંત્રી હકુભા જાડેજા ધર્મેન્દ્રસિંહ ના પણ જયેશ પાર આશીર્વાદ હોવાનું કહેવાય છે. વળી હકુભા અને પૂનમબેન માડમ વચ્ચે બારમો ચંદ્રમા છે. એ વાત બહુ જાણીતી છે. અને પૂનમબેન-પરિમલભાઈનું ગ્રુપ એકજ છે એ પણ જાણીતું તથ્ય છે. આમ આ લડાઈ પૂનમબેન-પરિમલભાઈ ટ/જ જયેશ પટેલ-હકુભાની બની ગઈ છે.