સરકારની ગાઇડલાઇન મુજબ ગ્રાઉન્ડ પર ICU મોડયુલ મિની હોસ્પિટલની સુવિધા ઉભી કરાશે
ખાસ-ખબર સંવાદદાતા
દર વર્ષની જેમ આ વર્ષ પણ જૈનમ- કામદાર નવરાત્રી મહોત્સવ- 2023નું ભવ્ય આયોજન 150 ફુટ રિંગ રોડ શિતલ પાર્ક સ્થિત પારિજાત પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ખેલૈયાઓ મન મૂકીને નવરાત્રીમાં રમી શકશે. આ સાથે ગ્રાઉન્ડ પર આઇ.સી.યુ. મોડયુલ મીની હોસ્પિટલની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વધુમાં ખાસ-ખબરની મુલાકાત દરમ્યાન જૈનમ-કામદારના સભ્યોએ જણાવ્યું કે, ખેલૈયાઓ માટે વિશાળ ગ્રાઉન્ડ, હાઇફાઇ સાઉન્ડ સીસ્ટમ તેમજ ખેલૈયાઓને લાખેણા ઇનામો, સુંદર બેઠક વ્યવસ્થા સાથે લાઇવ પ્રસારણ થશે. જૈન પરિવારો આ નવરાત્રી મહોત્સવ માણી શકે તે માટે સોશ્ર્યલ મિડિયાનાં પ્લેટફોર્મ યૂ-ટયૂબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરે પર આ સમગ્ર રાસોત્સવ દરરોજ લાઇવ કરીને લાખોની સંખ્યામાં દર્શકોને આ મહોત્સવ માણવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગત વર્ષ શરૂ કરાયેલ આ પ્રયોગને બહોળો પ્રતિસાદ મળતા આ વખતે પણ અન્ય શહેરમાં, દેશ-વિદેશમાં રહેલા તમામ લોકો જૈનમ-કામદાર નવરાત્રી મહોત્સવ- 2023ને ઘરબેઠા માણી શકશે. છેલ્લાં ઘણાં વખતથી જોવા મળી રહેલ બિમારી તેમજ સરકારની ગાઇડલાઇન અનુસાર જેમાંથી અનેક આયોજકોએ પ્રેરણા પણ લીધી છે. તેવાં જૈનમની પહેલ સમાન મહોત્સવ વખતે હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહેનાર ખેલૈયાઓ, દર્શકો, મહેમાનોને અનાયાસે જો કોઇ ગંભીર પરિસ્થિતિ ખાસ કરીને હદયરોગનો હુમલો, લાગી જવું, ચક્કર આવવા, ડીહાઇડ્રેસન, મોચ આવી જવી વગેરે જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ખાસ ટેન્ટમાં મિની હોસ્પિટલ ખડી કરવામાં આવશે. આ હોસ્પિટલમાં બે સિનિયર ડોક્ટરો, પેરા મેડિકલ સ્ટાફ, નર્સિગ સ્ટાફ, આયાબહેન રાત્રે 8 થી 12 સતત હાજર રહેશે. કોઇપણ સ્થિતિને પહોંચી વળવા માટે સ્થળ પર એમ્બયુલન્સ, વ્હીલચેર, સ્ટ્રેચર, બેડ, કુલર, ટાંકા લેવાની સુવિધા, ઓક્સીજન સીલીન્ડર, ઇ.સી.જી. મશઈન, બાટલાઓ, ઇન્જેક્શન, પાટાપીંડી માટેનાં તમામ સાધનો સહિત આખા મહોત્સવ દરમ્યાન આ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
જૈનમ પરિવારનાં સેજલ કોઠારી, અમિષ દેસાઇ, જય ખારા, અમિત દોશી, નૈમિષ મહેતા, કુશલ કોઠારી, સાગર હપાણી, વૈભવ સંઘવી, દર્શન શાહ, ચેતન કામદાર, ભાવિક શાહ, ઉદય દોશી ખાસ-ખબરની મુલાકાતે પધાર્યા હતા.