ભારતભરના જૈન સોશિયલ ગ્રુપ હજારો ફેરિયાઓને ગરમીમાં રાહત આપવાનો કરશે પ્રયાસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
- Advertisement -
જૈન સોશ્યલ ગ્રુપ ઈન્ટ. ફેડરેશન આખા વિશ્ર્વમાં 450 ગ્રુપ્સ ધરાવે છે અને તેના નેવું હજારથી વધુ સભ્ય દંપતિ સભ્યો ધરાવે છે. જૈન સોશિયલ ગ્રુપ વિશ્ર્વની સૌથી મોટી જૈનોની એક સંસ્થા છે. જૈન સોશિયલ ગ્રુપ ઈન્ટ. ફેડરેશનમાં અલગ-અલગ નવ કમિટી કાર્ય કરે છે. જેમાં સેવાકીય, માનવતા, જીવદયા, આરોગ્ય વગેરે માટે આશ્રય કમિટીનું ગઠન કર્યું છે અને તેના ચેરમેન તરીકે રાજકોટના જૈન અગ્રણી અને સામાજિક કાર્યકર ઉપેનભાઈ મોદી ચેરમેન તરીકે કાર્યરત છે. આ પ્રોજેક્ટનું રાજકોટના આંગણેથી વિધિવત લોકાર્પણ કરવા ખાસ ચેન્નાઈથી જે.એસ.જી.આઈ.એફ.ના પ્રથમ સેવક અમિષભાઈ દોશી આવેલા. તેની સાથે સેક્રેટરી જનરલ ચિરાગભાઈ ચોકસી, ઉપપ્રમુખ મનીષભાઈ દોશી રાજકોટ, ખજાનચી પરેશભાઈ ઝવેરી મુંબઈ, આઈ.ડી. નિલેશભાઈ કામદાર, પી.આર.ઓ. એડમિન મનીષભાઈ શાહ સુરત સૌરાષ્ટ્ર રિજ. ચેરમેન કાર્તિકભાઈ શાહ, ઈલેક્ટ ચેરમેન સેજલભાઈ કોઠારી રાજકોટ, સૌરાષ્ટ્ર રિજ.ના પૂર્વચેરમેન ડો. ચેતનભાઈ વોરા ભુજ, સપનભાઈ નાહટા, જીગ્નેશ બોરડીયા, હિતેશ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જે.એસ.જી.ના યુવાન સભ્ય મિહિર મોદી દ્વારા સમગ્ર ભારતના ગ્રુપોને સહેલાઈથી મળી રહે તેવી અમ્બ્રેલાની સુંદર વ્યવસ્થા માટે જહેમત ઉઠાવી છે. આશ્રય કમિટી દ્વારા આપવામાં આવેલા આ સમર સેવા પ્રોજેક્ટ રાજકોટ, સૌરાષ્ટ્ર જ નહીં પણ સમગ્ર ભારતમાં હજારો ફેરિયાઓને ગરમીમાં રાહત આપવાનો નમ્ર પ્રયાસ ભારતભરના જૈન સોશિયલ ગ્રુપ કરશે.
પ્રથમ ચરણના ભાગરૂપે જૈન સોશિયલ ગ્રુપના ફેડરેશનના પદાધિકારીઓ દ્વારા રાજકોટના અલગ-અલગ વિસ્તારમાં ફૂટપાથ ઉપર બેસીને ભરતડકામાં નાના બાળકો સાથે બેઠેલા ફેરિયા અને હોકરને ગરમીમાં રાહત આપવા માટે માતૃશ્રી નીલાબેન મુકુંદભાઈ દોશી વાંકાનેરવાળા તરફથી અને માતૃશ્રી વસંતબેન એન. મોદીના સહયોગથી જૈન સોશિયલ ગ્રુપ ઈન્ટ. ફેડરેશનની આશ્રય કમિટી તરફથી છત્રી બજાર અને ભરચક એરિયામાં સરદારનગર, અમીન રોડ, 150 ફૂટ રીંગ રોડ તથા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું અને નવ જૈન સૌશિયલ ગ્રુપ અને ચાર સંગિની લેડીઝ વિંગ દ્વારા જુદા જુદા એરિયામાં શહેરની બજારોમાં જઈ ફૂટપાથ ઉપર રોજી રળતા શાકભાજીવાળા, દરજી, ફૂટવાલા, મોચી, ફ્રુટવાળા, વાણંદ તથા રેંકડીવાળાઓને ફેરિયાઓને મોટી છત્રી હોકર અમ્બ્રેલા નિ:શુલ્ક વિતરણ કરશે.