દિકરી વ્હાલનો દરિયો’ આ પંક્તિ અહીં સાર્થક થઈ રહી છે. ધોમધખતા તાપમાં એક અપંગ પિતાને ટ્રોલીમાં ખેંચીને લઈ જાય તે એક દિકરી જ હોઈ શકે. આ ચિત્રમાં સ્પષ્ટ દેખાય છે કે એક દિકરી પોતાના પિતાને બળબળતા તાપમાં પણ ખેંચીને લઈ જઈ રહી છે. પિતા અને પુત્રીનો સંબંધ ખૂબ જ અનોખો હોય છે. આ દિકરીનું ગજું નથી છતાં પણ તે તેના પિતાને દોરીને લઈ જઈ રહી છે. આ જ પિતા પ્રત્યેનો જે પ્રેમ છે જે ચિંતા છે તે આ ફોટો પરથી દેખાઈ આવે છે એટલે જ કહેવાય છે ને કે ‘દિકરી વ્હાલનો દરિયો.’