By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    1 week ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    1 week ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    1 week ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    1 week ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    1 week ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    1 week ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    1 week ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    1 week ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    1 week ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    1 week ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    1 week ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 weeks ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    2 weeks ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 week ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    1 week ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    1 week ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    1 week ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અક્કલમઠ્ઠાઓ અને મૂર્ખાઓનો ક્યાં તુટો છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Jagdish Acharya > અક્કલમઠ્ઠાઓ અને મૂર્ખાઓનો ક્યાં તુટો છે
AuthorJagdish Acharya

અક્કલમઠ્ઠાઓ અને મૂર્ખાઓનો ક્યાં તુટો છે

Khaskhabar Editor
Last updated: 2022/02/08 at 12:19 PM
Khaskhabar Editor 6 years ago
Share
7 Min Read
SHARE

જગદીશ આચાર્ય 

વહેંચો વહેંચો અફવાઓ અનેજુઠાણા વહેંચો,ડર વહેંચો,મોકળું મેદાન છે, ઠપકારો તમતમારે

સોસીયલ મીડિયા પર હમણાં એક સર્વજ્ઞાતા દિવ્ય પુરુષની 20 મિનિટની ઓડિયો કલીપ અને બીજા એક મહાજ્ઞાની પુરુષની વિડીયો કલીપ ધડાધડ વાયરલ થઈ રહી છે. નવરી પ્રજા પાસે કાંઈ કામકાજ તો છે નહીં એટલે બધા આખેઆખી સાંભળે છે,આખેઆખી જોવે છે.અને તે પછી અન્યોના લાભાર્થે ઉત્સાહભેર શેર કરી દે છે. તેની ઉપર પાછી ચર્ચા પણ થાય છે,”જોયું?શુ ચાલી રહ્યું છે,કેવા કારસા છે,કેવું ષડયંત્ર છે?.આપણને અત્યાર સુધી શું ખબર હતી કે કોરોનાના નામે મૂળ તો આપણને એકહારે ગુજરાવી દેવાનો આ કાર્યક્રમ છે?સારું થયું ભાઈ, તમે આ વાયરલ કર્યું.નહિતર અમે તો સાવ અંધારામાં જ રહી જાત ને.અમને ગુજરી જતાં તમે બચાવી લીધા.લ્યો!ત્યારે હું ય મોકલી દઉં આગળ.આપણી ફરજ છે ને ભાઈ..”

- Advertisement -

આભાર વીરા આભાર.ભગવાન તમારું ભલું કરે.તમારા છોકરા છેયાને સલામત રાખે.તમારા જેવા ન હોત તો ધન્ય ધરણી દેશ ભારતનું થાત શુ?

હવે મૂળ વાત પર આવીએ. ઓડિયો ક્લિપમાં 20-20 મિનીટ સુધી જ્ઞાન વહેંચનાર તજજ્ઞ એકાદ આધ્યાત્મિક કે સામાજિક સંગઠનના માનવંતા સભ્ય હશે એવી છાપ ઉભી થાય છે.તેમના સામે છેડે અભૂતપૂર્વ સહનશક્તિ ધરાવતા સજ્જન એ સંગઠનના સર્વોચ્ચ વડા દીદી સાથે સીધા સંપર્કમાં હશે એવું લાગે છે.તજજ્ઞ ભાઈ આમ તો કાપડનો ધંધો કરે છે.પણ એ તો એમનું બહાર દેખાતું એક સૂક્ષ્મ રૂપ માત્ર છે. અસ્સલમાં તો તેઓ ઇતિહાસ,ભૂગોળ, અર્થશાસ્ત્ર, જીવ શાસ્ત્ર, તબીબીશાસ્ત્ર, ગણિત, સાયકોલોજી, આંતરરાષ્ટ્રીય રાજકારણ વગેરેના પણ જબરદસ્ત નિષ્ણાંત છે.ઓલ ઇન વન.એટલું જ નહીંઆ મહાપુરૂષ અવવલ કક્ષાના જાસૂસ પણ છે.જેમ્સ બોન્ડ અને આપણા અજીત દોભાલ બોભાલ તો તેમની પાસે પાણી ભરે..છેલ્લા સો વર્ષ દરમિયાન અનેક દેશના પ્રમુખો,વડાપ્રધાનો અને અન્ય નેતાઓની થયેલી હત્યાઓ પાછળનો ભેદ આ ભાઈ પાસે છે.વિશ્વ યુધ્ધો શું કામ થયા હતા એના સાચા કારણો તેમને મોઢે છે.મનમોહન અને મોદી આપણા મતને કારણે નહીં પણ દૂર બેઠા બેઠા પોતાની આંગળીને ટેરવે દુનિયાને નચાવતા કેટલાક દુષ્ટ મુઠ્ઠીભર લોકોને કારણે ભારતના વડાપ્રધાન બન્યા છે એ રહસ્યની પણ આ દિવ્ય આત્મા પાસે સચોટ જાણકારી છે.તમનેતો ક્યાંથી ખબર હોય કે મોદી સરકાર પોલીસખાતાનું પણ નિજીકરણ કરી રહી છે.તમે તો ઠીક,ખુદ સરકારને પણ એ ખબર નથી. પણ એક પોલીસ ઇન્સ્પેક્ટરે આ અંગેનો પરિપત્ર પણ આ ભાઈને આપી દીધો છે. સહુથી મોટી વાત તો એ છે કે કોરોનાની વેકસીન કઇ રીતે બની, કઈ રીતે બનાવી શકાય અને એમાં કયો માલસામાન ઉપયોગમાં લેવાયો છે એ બધું પણ તેઓ જાણે છે.બધા રિપોર્ટ્સ એમના ખિસ્સામાં છે.

એ ઓડિયો કલીપ અને બીજી વિડીયો કલીપ બન્નેમાં એક સરખો સંદેશો છે કે,હે!ભારતવર્ષના નર નારીઓ,ભાઈ બહેનો,કોરોના જેવું કંઈ છે જ નહીં.આ તો ધતિંગ છે.કોરોનાના નામે આપણને પતાવી દેવાનું આ ષડયંત્ર છે.આ ષડયંત્રની શરૂઆત ક્યાંથી થઈ એનો ઇતિહાસ પણ આ બન્ને મહાનુભાવો ખૂબ ગંભીરતાથી આપતા જણાવે છે કે 40 વર્ષ પહેલાં ન્યુ વર્લ્ડ ઓર્ડર નામે એક મુવમેન્ટ શરૂ કરવામાં આવી હતી.સો દોઢસો લોકો તેમાં સંકળાયેલા છે.વિશ્વના અબજોપતિઓએ એક દિવસ એવું નક્કી કર્યું કે વિશ્વની વસ્તી બહુ વધી ગઈ છે.આપણે હરવા ફરવાની જગ્યા રહી નથી.તો આપણે એક કામ કરીએ કે અત્યારે 750 કરોડની વસ્તી છે તે ઘટાડીને 50 કરોડની કરી દઈએ.પછી તો એ લોકોએ કમર કસી.બધા વળગ્યા કામે.વસ્તી ઘટાડા ઓપરેશનને નામ આપ્યું “એજન્ડા 2021”.પણ સવાલ એ હતો કે 700 કરોડ લોકોને સાગમટે પૃથ્વી ઉપરથી વિદાય આપવી કઈ રીતે? પણ એમ મૂંઝાય એ બીજા.તો કહે કે વાયરસ ફેલાવો.મહામારી મહામારી કરો.મીડિયા તો વેચાઉ છે જ.એના મારફત ભય ફેલાવો.લોકોને કહો કે ખબરદાર!ઘરની બહાર નીકળ્યા છો તો ગુજરી જશો. આ ભયના નામે લોકડાઉન કરાવો. લોકડાઉન કરાવીને ધંધા રોજગાર બંધ કરાવી દયો.લોકોના અર્થતંત્ર ઉપર કબજો મેળવી લ્યો.લોકોને ગુલામ બનાવી દયો…અને અસ્સલ મુદ્દો તો હવે આવે છે.જરા દિલ પે હાથ રખના,ભાઈઓ ઔર બહનો ધડકને સમહાલના,ક્યાંક હાર્ટ એટેક ન આવી જાય.આ બંધુઓનું કહેવું એમ છે કે કોરોનાનો ભય ફેલાવ્યાં પછી સરકાર સમય પાકયે કોરોનાની વેકસીન શોધી કાઢશે.ભયભીત થયેલા પામર લોકો એ વેકસીન લેશે.અને એ વેકસીન એવી હશે કે તેની સાઈડ ઇફેક્ટસ ને કારણે બે વર્ષ પછી લોકો ટપોટપ ટપોટપ મરવા લાગશે.અને.. 700 માનવજીવોને પરલોકમાં મોકલી આપવાનો આ ટારગેટ પૂરો થયે દુનિયાની વસ્તી 50 કરોડની જ રહી જાશે.ભારતમાં માત્ર 5000 કરોડપતિઓ બચશે.એમની યાદી તૈયાર થઈ ગઈ છે અને આ ભાઈ પાસે આવી પણ ગઈ છે.(આપણે કોઈ એ યાદીમાં નથી એ સહેજ તમારી જાણ ખાતર.)

- Advertisement -

બોલો!આવા નમૂનાઓ છે એ દેશમાં.એક તરફ એમ કહે છે કે એક મહાષડ્યંત્રના ભાગ રૂપે દુનિયા આખીની સરકારોએ ઇરાદાપૂર્વક કોરોના ફેલાવી ખોટો ભય ઉભો કર્યો છે.અને બીજી તરફ આ ભાઈઓ પોતે જ કોરોનાની વેકસીન લેવાથી બે વર્ષ પછી ગુજરી જશો એવો ભય ફેલાવે છે.માસ્ક પહેરવાથી ન્યુમોનિયા થઈ જશે એવી ચેતવણી આપે છે.સોસીયલ ડિસ્ટનસની કાંઈ જરૂર જ નથી એવી શિખામણ આપે છે.કોરોનાનો મૃત્યુ દર ખૂબ ઓછો છે એ વાત સાચી પણ એ જોખમી એટલા માટે છે કે એ ખૂબ ચેપી છે.વળી તેની કોઈ સ્પેસિફિક દવા નથી.કોઈને કોરોના થયો હોય અને તે કોરોન્ટાઇન ન થાય તો તે ઘરના બીજા સભ્યો અને તે ઉપરાંત બીજા અનેક લોકોને ચેપ લગાડે.એવું ન થાય એટલે લોકડાઉન કરવું પડ્યું.અનલોક થયા પછી કેસ વધે છે એનું આ જ કારણ છે.લોકડાઉન આપણાં ધંધા રોજગાર બંધ કરાવી આપણને ગરીબ ભૂખડ બનાવી દેવા માટે નહોતું.પણ આવી મૂર્ખાઈ ભરેલી ઓડિયો અને વીડિયો કલીપો બને છે અને એટલું જ નહીં દેશ આખામાં વાયરલ થાય છે.છેલ્લા અઠવાડિયામાં ભાગ્યે જ કોઈ મોબાઈલ ફોન એવો હશે જેમાં આ બે કલીપ ન ટપકી હોય.એ ક્લિપ્સ એટલા માટે આટલી બધી વાયરલ થઈ કારણકે સમાજનો એક વર્ગ આ બધું સાચું માની રહ્યો છે.આ ક્લિપમાં બોલનારાઓ કોણ છે,એમની હેસિયત કેટલી છે અને એ જે કહે છે એને સાચું શું કામ માની લેવું એવો વિચાર પણ કોઈને  નથી આવતો.ચિંતાની વાત એ છે કે વિચારવાનું ભૂલી ગયેલા લોકોની સંખ્યા નાની સુની નથી.નહીંતર આવી કલીપો આ હદે વાયરલ ન થાય.

મૂર્ખાઈની કોઈ હદ પણ હોય છે એવું માનવું એ પણ મૂર્ખાઈ છે.લોકોએ મગજને તાળા મારી દીધા છે.દેશમાં આવા બુદ્ધિના બળદિયાઓ હોય ત્યાં સુધી અફવાઓ અને જુઠાણા ફેલાવનારાઓના,અપપ્રચાર કરનારાઓના રાજ તપતા રહેશે. આવા અબુઘોને કારણે આજે આવા તત્વો અને લુચ્ચા રાજકારણીઓ મીડિયા અને સોસીયલ મીડિયાના માધ્યમો દ્વારા પોતાના રોટલા શેકી રહ્યા છે.પોતાના એજન્ડા આપણી ઉપર લાદી રહ્યા છે અને લાખો લોકો ખૂબ આસાનીથી ગેરમાર્ગે દોરવાઈ જાય છે.વિચારવાનું ફરીથી ચાલુ કરી દેવું જોઈએ એવું વિચારવાનો સમય હવે પાકી ગયો છે એમ નથી લાગતું? 

You Might Also Like

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !

પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વીક-એન્ડ વીલા અને રાજકોટ: લક્ઝરિયસ શાંતિની ખોજ!
Next Article રુહાની ઉમંગમાં ઘુંટેલા ઘોળેલા એ ઉત્સવો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Author

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?