સ્પે. નેગેટિવ પ્રચારમાં જ કરોડો કમાતી આ એજન્સી કોની? કોણ છે આ બધાની પાછળ? અનેક સવાલો
‘જબરદસ્ત જૂનાગઢ’ ફેસબૂક પેજએ લોકસભા ભાજપના ઉમેદવારને બદનામ કરવા રૂા. 3 કરોડ 60 લાખ લીધાની ચર્ચા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
જૂનાગઢ લોકસભા ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાનો નકારાત્મક પ્રચાર કરવા અને તેમની છબીને ખરડાવવા માટેનો કોન્ટ્રાક્ટ કોઈ કંપની નહીં પરંતુ ‘જબરદસ્ત જૂનાગઢ’ નામના ફેસબૂક પેજએ લીધી છે, તેવી ચર્ચાએ જોર પકડ્યું છે, પરંતુ આ બધા પાછળ કોણ છે તે ચર્ચાનો વિષય બન્યો છે. ‘જબરદસ્ત જૂનાગઢ’ ફેસબૂક પેજ ચલાવનારાઓએ અંદાજિત રૂા. 3 કરોડ 60 લાખ લીધા હોવાની માહિતી સામે આવી છે. આ ફેસબૂક પેજએ મતદાન સુધીમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાની સળી કરવાની અને પ્રજાને ગેરમાર્ગે દોરવાની તેમજ લોકોના મનમાં રાજેશ ચુડાસમાની છાપ ખોટી ઉભી કરવા એવો કોન્ટ્રાક્ટ 3 કરોડ 60 લાખમાં રાખ્યો છે
આમ લાખો રૂપિયા ખર્ચીને ચૂંટણી આચારસંહિતાનો ખુલ્લો ભંગ કરવામાં આવી રહ્યો છે. વધુમાં હવે સવાલ એ છે કે સ્પેશ્યલ નેગેટીવ પ્રચારમાં જ કરોડો કમાતી આ એજન્સી છે કોની? અને આટલું મોટું ફંડ આવ્યું ક્યાંથી? અને આની પાછળ કોનો હાથ છે? તેવા અનેક સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યા છે. આ ફેસબૂક પેજ પર કેવી રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે તે અંગેનું ચિત્ર સ્પષ્ટ જોઈ શકાય છે. ફેસબૂકના માધ્યમથી કોઈના અવાજમાં વિવાદિત ઓડિયો બનાવી વાયરલ કરાવવા અને માત્ર નકારાત્મકતા ફેલાવવામાં આવે તેમજ અંગત પારિવારીક જીવન પર ટીકા-ટિપ્પણી કરાવવા માટે આ ‘જબરદસ્ત જૂનાગઢ’ આ ફેસબૂક પેજને આટલી મોટી રકમ આપી કોને? તે એક સવાલ છે.