ઈઝરાયલે હવે લેબનોનમાં હિઝબુલ્લાહના ટોચના કમાન્ડરને ઠાર માર્યો છે.
ઈઝરાયલે શું શું કર્યું
- Advertisement -
સૌથી પહેલા ઈઝરાયલે લેબનોનમાં પેજર્સ- વોકી ટોકીમાં બ્લાસ્ટ કરાવીને હિઝબુલ્લાહના ઘણા લડાકૂઓને ઠેકાણે પાડ્યાં હતા જે પછી પણ ઈઝરાયલની કિલિંગ પાર્ટી ચાલુ રહી હતી અને રવિવારે તેના એક મોટા આતંકીને ઠાર માર્યો હતો. ઈઝરાયલના હુમલાથી લેબનોનમાં ખળભળાટ મચ્યો છે. ઈઝરાયલે શનિવારે રિવોલ્યુશનરી ગાર્ડના મેજર જનરલને પણ ઠાર માર્યાં હતા.
લેબનોને ઇઝરાયલી વિસ્તારમાં હુમલા શરૂ કરી દીધા છે. ઈઝરાયેલની સેનાના જણાવ્યા અનુસાર લેબનોનથી છોડવામાં આવેલી મિસાઈલ જેરુસલેમ નજીક વેસ્ટ બેંકમાં ટકરાઈ હતી. મિસાઇલ ખુલ્લા વિસ્તારમાં પડી હતી, જેના કારણે આગ લાગી હતી અને નજીકની ઘણી વસાહતોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. હાલ કોઈ જાનહાનિની માહિતી નથી. ફાયર બ્રિગેડ અને બચાવ દળનું કહેવું છે કે, તેઓ મિસાઈલની અસરને કારણે મિત્ઝપે હેગીટ ચેકપોઈન્ટ પાસે લાગેલી આગને ઓલવવાનું કામ કરી રહ્યા છે.