ઈઝરાયેલ-હમાસ વચ્ચેનું યુદ્ધ વધુ ભીષણ બની રહ્યું છે ત્યારે ભારતમાં તેના કોઈ પ્રત્યાઘાતો ન પડે તે માટે ઈઝરાયેલ દુતાવાસ-રાજદ્વારીઓ જેવા સ્થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી છે. અમેરિકા, બ્રિટન, ફ્રાંસ જેવા દેશોમાં યુદ્ધના પ્રત્યાઘાત સર્જાતા બનાવો બન્યા હતા જેને પગલે દિલ્હી, મુંબઈ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન સહિતના શહેરો-રાજયોના ચોકકસ સ્થળોએ એલર્ટ આપવામાં આવ્યુ છે. યહુદી સમુદાય સાથે સંબંધીત સ્મારકો તથા અન્ય સ્થળોએ વધારાની સુરક્ષા ગોઠવવામાં આવી છે.
પાટનગરમાં ઈઝરાયેલી દુતાવાસ તથા રાજદ્વારીઓને સુરક્ષા વધારવા દિલ્હી પોલીસને સૂચના આપવામાં આવી છે. આ સિવાય પહાડગંજના ચાબડ હાઉસમાં પણ પોલીસને સ્ટેન્ડ પણ આપવામાં આવી છે. આ સ્થળોએ મોટી સંખ્યામાં યહુદી આવે છે. હિમાચલ, ગોવા, મુંબઈ તથા રાજસ્થાનના પુષ્કરમાં પણ યહુદી પ્રવાસીઓ આવતા હોય છે.
- Advertisement -
ભારતમાં યહુદી વસતી ધરાવતા શહેરોમાં પણ પોલીસને એલર્ટ રાખવામાં આવી છે. યહુદી લોકો તથા તેમના સ્મારકો પર હુમલાની આશંકાથી સુરક્ષા વધારવામાં આવી છે. મનાલી તથા ધર્મશાળામાં યહુદી વસાતોમાં પણ પોલીસ તૈનાત કરવામાં આવી છે. હમાસ સાથેના યુદ્ધ બાદ ઘણા ઈઝરાયેલી નાગરિકો સૈન્યમાં જોડાવા સ્વદેશ પરત ગયા છે. ઈઝરાયેલમાં સૈન્ય તાલીમ ફરજીયાત છે અને તમામ લોકો અનામત સૈનિકોની શ્રેણીમાં આવે છે.