ઇરાનીયન હેરસ્ટાઇલ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કળાનું એવું પ્રદર્શન કર્યું છે કે ભલભલા લોકો એ જોઇને દંગ રહી જાય. તેણે એક મહિલાના માથે કીટલી બનાવી દીધી અને એ પણ તેના જ વાળમાંથી. હેરસ્ટાઇલ કરતી વખતે કોઇ માથામાં વાળની કીટલી બનાવવાનું કેવી રીતે વિચારી જ શકે?
પણ આ બહેને એમ કર્યું છે અને એ પણ કોઇ રહસ્ય જન્માવ્યા વિના. કઇ રીતે આ કીટલી બનાવી એનો વીડિયો પણ તેણે શેર કર્યો છે. વાળ ઓળતી વખતે તેણે કીટલીના શેપનું એક હલકું સ્ટ્રક્ચર માથે મૂક્યું છે અને એની ફરતે વાળને ગ્લુ ગનથી ચીટકાવી દીધા છે. એ પછી બહારથી વાળને સ્પ્રે કરીને કીટલી સાથે સેટ કરી દીધા છે.