મલ્લિકા સાગર આ વર્ષે પણ હરાજી કરાવશે: બોર્ડર – ગાવસ્કર મેચ અને હરાજીનો સમય અલગ અલગ રહેશે
24 અને 25 નવેમ્બરે જેદ્દાહમાં આઇપીએલ 2025ની મેગા હરાજીની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે, બીસીસીઆઈ પાસે એક ઝડપી પ્રક્રિયા હશે જે 116 ખેલાડીઓના વેચાણ પછી શરૂ થશે. આ યાદીમાં 117મા ક્રમે રિકી ભુઈ છે.
- Advertisement -
ગયાં અઠવાડિયે ફ્રેન્ચાઇઝીસને બીસીસીઆઇએ પત્ર લખ્યો કે, “તમારાં આયોજન હેતુઓ માટે નોંધ લો કે સમયને આધિન એવી ધારણા છે કે ઝડપી પ્રક્રિયા ખેલાડી નંબર 116 પછી શરૂ થશે. પ્રથમ ઝડપી પ્રક્રિયા 117-574ના તમામ ખેલાડીઓને આવરી લેશે.
બીસીસીઆઇએ ઉમેર્યું કે “ખેલાડીઓની હરાજી માર્કી સેટ સાથે શરૂ થશે, ત્યારબાદ નિષ્ણાત-બેટર, ઓલરાઉન્ડર, વિકેટકીપર/બેટર, ફાસ્ટ બોલરો અને સ્પિન બોલરો દ્વારા કેપ્ડ ખેલાડીઓનો સંપૂર્ણ રાઉન્ડ થશે અને પછી અનકેપ્ડ ખેલાડીઓનો રાઉન્ડમાં થશે.”1574 થી ઓછાં કરેલાં 574 ખેલાડીઓના અંતિમ રજિસ્ટરમાં વધારાનાં 39 ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે.
જેમનાં સમાવેશ માટે ફ્રેન્ચાઇઝીઓ દ્વારા વિનંતી કરવામાં આવી હતી. બોર્ડે જણાવ્યું છે કે, “હરાજીના નિયમો અને વિદેશી ખેલાડીઓની ઉપલબ્ધતાની વિગતો તેમજ શંકાસ્પદ બોલિંગ એક્શન માટે રિપોર્ટ કરાયેલાં ખેલાડીઓની અપડેટ યોગ્ય સમયે મોકલવામાં આવશે
- Advertisement -
પર્થ ટેસ્ટના સમય સાથે કોઈ ટકકર નહિ થાય
આ દરમિયાન, 22 નવેમ્બરથી શરૂ થનારી પર્થ ખાતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં ત્રીજા અને ચોથા દિવસે હરાજીનો સમય ઓવરલેપ થશે નહીં. આ રમત ભારતમાં બપોરે 2:50 વાગ્યે સમાપ્ત થશે. હરાજી બપોરે 1 વાગ્યે અને ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યે શરૂ થશે.
મલ્લિકા સાગર હરાજી કરાવશે
ગયાં વર્ષે આઇપીએલની પ્રથમ મહિલા હરાજી કરાવનાર તરીકે ઇતિહાસ રચનાર મલ્લિકા સાગર આ વર્ષે પણ હરાજી કરાવશે. સાગરે ગયાં વર્ષે વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી અને પ્રો કબડ્ડી લીગ સીઝન 8ની હરાજી પણ કરાવી હતી. બીસીસીઆઈએ એપેક્સ કાઉન્સિલના તમામ સભ્યોને હરાજી માટે આમંત્રિત કરવાનો નિર્ણય કર્યો છે.