પ્રથમ દિવસે 72 ખેલાડીઓ 467.95 કરોડમાં વેંચાયા
ડુપ્લેસીસ, ભુવનેશ્વર – સુંદર જેવા ખેલાડીઓ પર નજર : પંજાબ પાસે સૌથી વધુ નાણાં : તમામ ફ્રેન્ચાઈઝીએ ટીમ મજબુત કરવા પ્રથમ દિવસે છૂટા હાથે નાણાં વાપર્યા
- Advertisement -
ભારતમાં રમાતી વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ક્રિકેટ ટુર્નામેન્ટ આઈપીએલની આગામી સીઝન માટે ખેલાડીઓની હરરાજીનાં પ્રથમ દિવસે અનેક નવા રેકોર્ડ બન્યા હતા. ઋષભ પંત આઈપીએલનાં ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો.
ઉપરાંત શ્રેયસ અય્યર, અર્શદીપ, બટલર, રબાડા, શામી જેવા ખેલાડીઓ માટે પણ ટીમ ફ્રેન્ચાઈઝીઓ દ્વારા છુટા હાથે નાણાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આઈપીએલનાં ખેલાડીઓની હરરાજીનાં પ્રથમ દિવસે ટીમ ફ્રેન્ચાઈઝીઓ દ્વારા ખેલાડીઓ ખરીદવા માટે કુલ 467.95 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. અને 72 ખેલાડીઓ વેચાયા હતા. હરરાજીમાં કુલ 1574 ખેલાડી સામેલ હતા તેમાંથી 1165 ભારતીય અને 409 વિદેશી ખેલાડી હતા. 320 કેપ્ડ, 1224 અનકેપ્ડ તથા 30 એસોસીએટેડ રાજયોનાં હતા. કુલ 4 ખેલાડીઓને લેવાના હતા.
IPL મેગા હરાજીનો બીજો દિવસ બપોરે 3.30 વાગ્યે શરૂ થશે. સોમવારે, ફ્રેન્ચાઇઝી 132 સ્પોટ માટે 493 ખેલાડીઓ પર બિડ કરશે. તમામની નજર આફ્રિકન બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસ, ભારતીય ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર અને ભુવનેશ્ર્વર કુમાર પર રહેશે.
- Advertisement -
રવિવારે પ્રથમ દિવસે કુલ 72 ખેલાડીઓ વેચાયા હતા, જેમાં સૌથી મોંઘા ઋષભ પંત હતા, જેને લખનૌએ 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે શ્રેયસ અય્યરને પંજાબ કિંગ્સે રૂ. 26.75 કરોડમાં ખરીદ્યો હતો. તે જ સમયે કોલકાતા નાઈટ રાઈડર્સે ઓલરાઉન્ડર વેંકટેશ ઐયર માટે 23.75 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સમાં સાથે રમતા જોવા મળશે.
પ્રથમ દિવસે હરાજીમાં ટોચના 5 ખેલાડીઓ:
હરાજીના પ્રથમ દિવસે તમામ પાંચ ટોચના ખેલાડીઓ ભારતીય હતા. વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને LSGએ દિલ્હીના ભૂતપૂર્વ કેપ્ટન પંત પર ભારે બોલી લગાવી.
છેલ્લે, દિલ્હીને પૂછવામાં આવ્યું કે શું તે રાઈટ ટુ મેચ વિકલ્પ સાથે પંતને ખરીદવા માંગે છે, દિલ્હીએ હા પાડી. પરંતુ લખનૌએ રૂ. 27 કરોડની બોલી લગાવી અને આ પછી દિલ્હી પાછળ હટી ગયું. ગત સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ને ચેમ્પિયન બનાવનાર શ્રેયસ ઐયરને પંજાબ કિંગ્સે રૂ. 26.75 કરોડમાં ખરીદ્યો હતો. શ્રેયસે 23 નવેમ્બરે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 57 બોલમાં 130 રનની ઇનિંગ રમી હતી.
કોલકાતા દ્વારા વેંકટેશ અય્યરને ફરીથી ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. KKRએ તેને 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ સાથે તે IPL ઈતિહાસનો ત્રીજો સૌથી મોંઘો ભારતીય ખેલાડી બની ગયો છે. પંજાબે યુઝવેન્દ્ર ચહલને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો સ્પિનર બની ગયો. ચહલ આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 2013માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું, ત્યારથી લઈને 2024 સુધી તેણે 160 મેચમાં 205 વિકેટ લીધી હતી. હરાજીમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિડ વોર્નર અને ભારતીય બેટ્સમેન દેવદત્ત પડિકલ માટે કોઈ ટીમે બોલી લગાવી નથી. આફ્રિકન કેપ્ટન એડન માર્કરામને પંજાબે બે કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ઈંગ્લેન્ડના ઓપનર જોની બેરસ્ટોને કોઈએ ખરીદ્યો નથી. છેલ્લી સિઝનમાં ડેવિડ વોર્નર દિલ્હી તરફથી, પડિક્કલ લખનૌ તરફથી અને બેયરસ્ટો પંજાબ તરફથી રમ્યા હતા.