નંદનવન રેસ્ટોરન્ટમાં અખાદ્ય 7 કિલો આઈસક્રીમનો નાશ
ફૂડ લાઇસન્સ વગર ધમધમતા 11 વેપારી ઝડપાયા: મરચા પાવડર અને દૂધના નમૂના લેવાયા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના નેહરુનગર 80 ફૂટ રોડ તથા પટેલ ચોક થી આહીર ચોક વિસ્તારમાં આવેલા ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 19 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 11 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી. તેમજ ખાદ્ય ચીજોના કુલ 22 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
નેહરુનગર 80 ફૂટ રોડ તથા પટેલ ચોક થી આહીર ચોક વિસ્તારમાં આવેલ (1)નંદનવન રેસ્ટોરન્ટ(ન્યુ 150 ફૂટ રીંગ રોડ)- ફ્રીઝમાં સંગ્રહ કરેલ વાસી અખાદ્ય આઇસ્ક્રીમ 3 ક્રિ.ગ્રા. તથા પ્રિપેર્ડ ફૂડ 4 ક્રી.ગ્રા. કુલ મળીને 7 કુલ 7 ક્રી.ગ્રા. નાશ તેમજ હાઈજીનિક કન્ડિશનની જાળવણી અને સ્ટોરેજ બાબતે નોટિસ આપવામાં આવેલ. (2) અનમોલ કરછી દાબેલી વડાપાઉં -5 કિ.ગ્રા. વાસી અખાદ્ય લાલ ચટણીનો નાશ તેમજ હાઈજિનિક ક્ધડીશનની જાળવણી બાબતે સૂચના (3)નિલકંઠ ડેરી ફાર્મ -3 કિ.ગ્રા. વાસી અખાદ્ય બ્રેડ અને પાઉનો નાશ (4)હરીયોગી લાઈવ પફ -2 કિ.ગ્રા. વાસી અખાદ્ય પીઝા બેઇઝ અને પાઉનો નાશ (05)મિલન ખમણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચનાઆપવામાં આવી હતી.
જ્યારે મરચાં પાઉડરની ચટણી (પ્રિપેર્ડ-લુઝ): સ્થળ- હેપી બેલી હોસ્પિટાલિટી એલ.એલ.પી, ક્રિસ્ટલ નેક્સ્સ, માધાપર ચોકડી, મિક્સ દૂધ (લુઝ): સ્થળ- જાગનાથ ડેરી ફાર્મ, જલારામ કોમ્પેલેક્ષ, કુવાડવા રોડ અને પુષ્પ બ્રાન્ડ કાશ્ર્મીરી મીરચી પાઉડર (200 ગ્રામ પેક્ડ પાઉચ): સ્થળ- ૠછઞ એન્ટર પ્રાઇઝ, રાજમહલ કોમ્પેલેક્ષ, મવડીમાંથી નમૂના લેવાયા હતા.