20 ધંધાર્થીને ત્યાં ચકાસણી: લસ્સી-ફરસાણના નમૂના લેવાયા
ખાસ-ખબર સંવાદદાતા
ઉનાળાની શરૂઆત થતાં જ ઠંડા પીણાનું વેચાણ વધી જાય છે. ત્યારે કેટલાક ઠંડા પીણાના દુકાનદાર દ્વારા બિનઆરોગ્યપ્રદ વસ્તુઓની ભેળસેળ કરી ગ્રાહકોને પીવડાવતા હોય છે પરિણામે ફૂડ પોઈઝનિંગ થઈ જાય છે તેને અટકાવવા માટે ફૂડ વિભાગની ટીમ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવે છે.
આજે ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે શહેરના રૈયા મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવ્યું. તેમજ ઉપયોગમાં લેવાતા ખાદ્ય તેલ, ડેરી પ્રોડક્ટ, મીઠાઇ, કેન્ડી વગેરે ચીજોના કુલ 23 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. રામકૃષ્ણનગર મેઈન રોડ પર આવેલી ઠક્કર લસ્સીમાંથી ગુલકંદ લસ્સી, રૈયા રોડ પર આવેલા બાલાજી ફરસાણમાંથી જીણી સેવ અને ગાંઠીયા અને ગુજરાત બેકરીમાંથી નાન ખટાઈના નમૂના લેવાયા હતા.
ફૂડ વિભાગ દ્વારા રૈયા મેઇન રોડ વિસ્તારમાં આવેલ (1)બાલાજી ફાસ્ટ ફૂડ (2)સંતોષ ભેળ (3)બાલાજી સેન્ડવિચ ફૂડ ઝોન (4)સાગર ઘૂઘરા વડાપાવ (05)કિંજલ કેક શોપ (06)ભગવતી સ્વીટ નમકીન (07)શ્રી બાલાજી શોપિંગ સેન્ટર (08)ઇટાલિયન બેકરી (09)ન્યુ આદર્શ જનરલ સ્ટોર્સ (10)રાજ વસ્તુ ભંડાર (11)મધુરમ રેસ્ટોરન્ટ (12)પારસ સ્વીટ માર્ટ (13)હરભોલે ડેરી ફાર્મ (14)ઠક્કર સ્વીટ માર્ટ (15)ભગવતી પ્રોવિઝન સ્ટોર (16)મુરલીધર સ્વીટ માર્ટ (17)આશુતોષ કોઠી આઇસક્રીમ (18)વિજય કોલ્ડ્રિંક્સ (19)મોંજિનિસ કેક શોપ (20)પટેલ રેસ્ટોરન્ટની ચકાસણી કરવામાં આવ્યું હતું



