મહાશિવરાત્રિના મેળા પૂર્વે સુરક્ષા એજન્સીઓ એલર્ટ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
- Advertisement -
જૂનાગઢના ભવનાથ તળેટીમાં યોજાનાર વિશ્ર્વ પ્રસિદ્ધ મહા શિવરાત્રીના મેળા અનુસંધાને લાખોની સંખ્યામાં ઉમટી પડનારા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી જૂનાગઢ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી જિલ્લા પોલીસની એસ.ઓ.જી., બી.ડી.ડી.એસ. ટીમ અને ડોગ સ્કોડ દ્વારા સમગ્ર મેળા વિસ્તારમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
તળેટીથી રેલવે સ્ટેશન સુધી તપાસનો ધમધમાટ પોલીસ કાફલા દ્વારા ભવનાથ તળેટીમાં આવેલા તમામ આશ્રમો, અખાડાઓ અને પૌરાણિક ભવનાથ મહાદેવ મંદિર ખાતે ઝીણવટભર્યું તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, શ્રદ્ધાળુઓની અવરજવરના મુખ્ય કેન્દ્રો એવા શહેરના રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને વિવિધ પાર્કિંગ પ્લોટ પર પણ એન્ટી સબોટેઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ડોગ સ્કોડની મદદથી શંકાસ્પદ વસ્તુઓ અને સ્થળોની તપાસ કરવામાં આવી હતી જેથી સુરક્ષામાં કોઈ કચાસ ન રહી જાય તે માટે હોટલ અને ધર્મશાળાઓનું સ્કેનિંગ મેળામાં આવતા યાત્રિકોના રોકાણ માટેની હોટલો અને ધર્મશાળાઓમાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. મુસાફરોની વિગતો અને રજિસ્ટરની ચકાસણી સાથે સંચાલકોને સુરક્ષા બાબતે જરૂૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા લેવામાં આવેલા આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ર્ય મેળામાં આવતા ભક્તો નિર્ભય બની શિવભક્તિનો આનંદ માણી શકે તે સુનિશ્ર્ચિત કરવાનો છે.



