જીએસટી ચોરી પકડાતા રેવન્યુ ઈન્ટેલીજન્સે શેર થયેલા ડેટાના આધારે કરચોરી પકડી: આંકડો અડધો લાખ કરોડ સુધી જવાની શકયતા
કદી યોજાયા ના હોય તેવા ઈવેન્ટના બિલ ચુકવાયા, ખોટા એડ ખર્ચ દર્શાવાયા: અનેક શંકાસ્પદ વ્યવહારો બહાર
ખાસ-ખબર સંવાદદાતા
દેશની વિમા કંપનીઓ તથા તેની સબસીડરી હજુ ગુડસ એન્ડ સર્વિસ ટેક્ષની જાળમાંથી બહાર આવી શકી નથી ત્યાં જ આવકવેરા વિભાગે આ વિમા કંપનીઓને ખોટા ખર્ચ વૌચર સહિતની હિસાબી ગેરરીતિની રૂૂા.30000 કરોડ જેટલી કરચોરી કરી હોવા અંગે નોટીસ ફટકારતા વિમા ક્ષેત્રમાં જબરી અસર પડશે. 2017માં જીએસટી અમલમાં આવ્યા બાદ લગભગ ત્રણ વર્ષ એટલે કે 2020/21ના વર્ષમાં 30 જેટલી વિમા કંપનીઓ તથા તેની 68 જેટલી પેટાકંપનીઓ જીએસટીના રડારમાં આવી હતી. રસપ્રદ બાબત એ છે કે, હવે ડિરેકટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલીજન્સ અને આઈટી ઈન્ટેલીજન્સે સંયુક્ત તપાસ કરી હતી. વિમા કંપનીઓ પર એ આરોપ છે કે તેણે જીએસટી છુપાવ્યા તેની સબસીડરીને મંજુરી કરતા વધુ કમીશન ચુકવ્યા અને તેની સામે ખોટા ખર્ચ વૌચર પણ મેળવ્યા હતા અને તે મુદે જીએસટી વિભાગને નોટીસ કાઢીને જે વિમા કંપનીઓ છે. બોગ ઈનપુટ ટેક્ષ ક્રેડીટ લીધી છે તે પરત લેવાની પ્રક્રિયા અમલી બનાવી છે તો બીજી તરફ આવકવેરા વિભાગને પણ ‘દાળમાં કાળુ’ નજરે ચડયું હતું તથા વિમા કંપનીએ તથા તેની સબસીડીયરીના હિસાબોમાં ગડબડ પકડી લીધી અને તેમાં હવે એક બાદ એક કંપનીઓને આવકવેરા નોટીસ મોકલવાનું શરૂૂ કર્યુ. જીએસટી ઈન્ટેલીજન્સે તેના ડેટા આવકવેરા ઉપરાંત જે તે જયુરીડીકશનમાં આવતી ઓથોરીટીને શેર કર્યા છે.
હાલ રૂૂા.3000 કરોડની જીએસટી ઉઘરાણી શરુ ક્રી છે તો આવકવેરાના હિસાબે રૂૂા.30000 કરોડ તેમાં 2017થી ચાલતી આ પ્રકારની પ્રયુક્તિમાં જો વ્યાજ પેનલ્ટી ઉમેરીએ તો અડધો લાખ કરોડ જેવી ઉઘરાણી થશે. વિમા કંપનીઓ તેના ખર્ચ વધારીને રજુ કર્યા જે સેલ-ઈવેન્ટ યોજાયા જ હતા તેના ખર્ચ પણ ચોપડે બતાવ્યા તથા જાહેરાત ખર્ચ પણ વધુ પડતા દર્શાવીને તેના આધારે એસેસમેન્ટ કરાયું હતું અને હવે દરેક કંપનીઓને નોટીસ પાઠવવામાં આવી રહી છે.