ઇનોવિટિવ સ્કૂલ તથા તેની ભગીની સંસ્થાઓનાં અંદાજીત 3500 બાળક અને વાલીઓએ રાસની રમઝટ બોલાવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
નવરાત્રિનાં નવલા નોરતાઓની ઉજવણીનાં ભાગરૂપે રાજકોટની પ્રતિષ્ઠિત ઈનોવેટિવ સ્કૂલ(CBSE, GSEB), ઈનોવટિવ કિડઝ (ફ્રેન્ચાઈઝી) તેમજ સુપરકબનો ભવ્યાતિભવ્ય રાસોત્સવ સત્યસાઈ રોડ ખાતે આવેલ ગ્રાઉન્ડમાં યોજાયેલ હતો. બે દિવસ 11/10/2024 અને 12/10/2024 નાં યોજાયેલ આ રાસોત્સવમાં પ્રથમ દિવસે ઈનોવેટિવ સ્કૂલ ગુજરાતી માધ્યમનાં કાર્યક્રમમાં અંદાજીત 1500થી વધુ બાળકો અને વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રાસની રમઝટ બોલાવેલ હતી.
બીજા દિવસે એટલે કે દશેરાનાં દિવસે ઇનોવિટિવ સ્કૂલ તથા તેની ભગીની સંસ્થાઓનાં અંદાજીત 3500 બાળકો અને વાલીઓએ રાસની રમઝટ બોલાવેલ હતી. સાંજે 6:15 કલાકે મહાઆરતીથી કાર્યક્રમનો શુભારંભ કરી ત્યારબાદ ડી.જે.નાં સંગાથે જુદા-જુદા અર્વાચીન અને પ્રાચીન ગરબાઓની રમઝટ બોલાવવામાં આવેલ. હકડે8 માનવમેદનીએ ઇનોવેટિવ રાસોત્સવમાં મનમુકીને રાસની રમઝટ બોલાવેલ. અર્વાચીન ગરબા સાથોસાથ આપણી પરંપરાને જાળવી રાખવા શાળાની 150 વધુ દિકરીઓએ પ્રાચીન ગરબાઓની મંત્રમુગ્ધ કરી આપે તેવી રજુઆત કરેલ. વરસાદી માહોલ વચ્ચે અંતે ઈનોવેટિવ સ્કૂલની પરંપરા મુજબ રાવણદહનનો કાર્યક્રમ પણ યોજાયેલ, જેમાં 25 ફૂટ ઊંચા રાવણનું ઉપસ્થિત મહેમાનો લાભુભાઈ ખિમાણીયા, દિલીપભાઈ સિંહાર, નિરેનભાઈ જાની, મયુરભાઈ ખિમાણીયા, વિવેકભાઈ સિંહાર, સુનિતાબેન સિંહાર, હિરેનભાઈ ખિમાણીયા વિગેરેનાં વરદહસ્તે દહન કરવામાં આવેલ અને આતસબાજીઓનો કાર્યક્રમ ઉપસ્થિત વાલી અને બાળકોએ આનંદપૂર્વક માણેલ હતો. સંપૂર્ણ કાર્યક્રમ સંસ્થાનાં ટ્રસ્ટી નિરેનભાઈ જાની, મયુરભાઈ ખિમાણીયા અને વિવેકભાઈ સિંહારનાં માર્ગદર્શન હેઠળ સંસ્થાનાં મોનાબેન, દર્શનાબેન, પાયલબેન, મિતેષભાઈ, સકીનાબેન તથા સમગ્ર ઈનોવેટિવ પરિવારનાં સભ્યોએ ખૂબ જહેમત ઉઠાવી હતી..