ગિરનારની સ્પર્ધાનું પરિણામ બદલવુ પડ્યુ
વ્યાયામ શિક્ષકોએ નોંધેલો ટાઇમ, સીસીટીવીની તપાસ કરતા છબરડો ખુલ્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ ગિરનારની રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકો વચ્ચે અવ્વલ નંબર મુદ્દે વિવાદ સર્જાયો હતો. જેમાં સ્પર્ધા પૂર્ણ કરવામાં આગળ રહેનાર સ્પર્ધકને બદલે પાછળ આવેલા સ્પર્ધકને નંબર આપવાનું નક્કી થતા વિરોધ ઉઠયો હતો. આ અંગે સ્પર્ધાના પરિણામ જાહેર થયા બાદ સરકાર દ્વારા મળતી ઈનામી રાશી અટકાવી દેવામાં આવી હતી. ત્યારબાદ લવાદ કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટીએ તપાસ કરતા સ્પષ્ટ થયું હતું કે હકીકતે સ્પર્ધકને અન્યાય થયો છે.
ગિરનારની રાષ્ટ્રીય કક્ષાની 17મી સ્પર્ધા તા.1 ફેબ્રુઆરીએ યોજાઈ હતી. આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોમાંથી અગ્ર હરોળમાં આવેલા સ્પર્ધકોને અન્યાય થયો હોવાની પરિણામ જાહેર થતા રાવ ઉઠી હતી. અગ્ર હરોળવાળા સ્પર્ષકોની રજુઆત હતી કે, સ્પર્ધા પૂર્ણ કરવામાં અમે આગળ હોવા છતાં અમારી પાછળના સ્પર્ધકને અમારાથી ભાગળનો નંબર આપવામાં આવી રહ્યો છે. આ રજુઆત બાદ તંત્રએ પ્રાથમિક તપાસ કરી જેમાં તથ્ય જણાતા નંબર આપવાનું અને અવ્વલ નંબરના સ્પર્ધકને ઈનામી રાશી આપવાનું મુલત્વી રાખ્યું હતું. ત્યારબાદ કલેક્ટરના આદેશથી પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાન વાળી લવાદ કમિટી બનાવવામાં આવી હતી. આ લવાદ કમિટી દ્વારા જ્યાંથી સ્પર્ધા શરૂ થાય ત્યાં સીસીટીવી કેમેરા, વ્યાયામ શિક્ષક રાખવામાં આવે છે. આ ઉપરાંત વચ્ચે-વચ્ચે પણ કેમેરા રાખવામાં આવે છે. સ્પર્ધકોની રજુઆત અનુસંધાને તપાસ કરવામાં આવતા જ્યારથી સ્પર્ધક શરૂઆત કરે ત્યારે તેનો ટાઈમ નોંધવામાં આવે છે અને સ્પર્ધા પૂર્ણ કરે ત્યારનો ટાઈમ નોંધવામાં આવે છે.
આ ટાઈમની અને કેમેરાની તપાસ કરવામાં આવતા સ્પર્ધકોની રજુઆતમાં તથ્ય જણાયું હતું. વહિવટી તંત્રએ પરિણામ જાહેર કર્યું તે ચીપના આધારે નક્કી કર્યું હતું. ચીપના પરિણામમાં ભૂલ હોવાનું સ્પષ્ટ થઈ ગયું હતું. બાદમાં ચીપ બનાવનાર કંપનીનો તંત્ર દ્વારા લેખિતમાં અભિપ્રાય લેવામાં આવ્યો હતો. ચીપ બનાવવાના કંપનીએ પોતાની ભૂલ સ્વીકારી હતી કે વચ્ચે ચીપ બંધ થઈ ગઈ હતી.