છુટક ફુગાવામાં ઘટાડા છતા હજુ ખરીફ પાકનું ચિત્ર સ્પષ્ટ થાય તે જરૂરી: યુક્રેન બાદ હવે ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ પણ અસર કરશે
ખાસ-ખબર સંવાદદાતા
ભારતમાં એક તરફ રીટેલ ફુગાવો છુટક મોંઘવારી દર ઓગષ્ટના 6.83%ની સરખામણીએ સપ્ટેમ્બર માસમાં 5.03 ટકા નોંધાતા હવે મોંઘવારીમાં હવે થોડી રાહતની શકયતા છે. તે સમયે જ નાણામંત્રી નિર્મલા સીતારામને દેશમાં ઘરેલુ માંગ, રોકાણ અને દેશના લોકોની ખરીદશક્તિ ઉંચી રહેતા અર્થતંત્રને પુરતુ ઈંધણ મળી રહેશે તેઓ વિશ્ર્વાસ વ્યક્ત કરવાની સાથે સાવચેતીના સુરમાં એ પણ જણાવ્યુ છે.
કેટલાક વૈશ્ર્વિક તથા ક્ષેત્રીય અનિશ્ર્ચિતતા અને ઘરઆંગણે પણ સર્જાઈ શકતા અર્થતંત્રને ખલેલ પહોંચાડતા પરિવારોના કારણે ફુગાવાનું દબાણ આગામી થોડા માસ યથાવત જ રહે તેવી શકયતા છે. નાણામંત્રીનો સીધો ઉલ્લેખ હાલમાં જ શરુ થયેલો છે. ઈઝરાયેલ-હમાસ યુદ્ધનો છે જેમાં હવે એક તરફ મહાસતામાં પોઝીશન બનાવી રહી છે તો બીજી તરફ આરબ રાષ્ટ્રો પણ હવે હમાસ-પેલેસ્ટાઈન પર ઈઝરાયેલની આક્રમકતા ઘટાડવા સક્રીય થયા છે. તેના પર હતો. નિર્મલા સીતારામને કહ્યું કે આ સ્થિતિમાં સરકાર અને રિઝર્વ બેન્ક દ્વારા અત્યંત સાવધાનીથી વર્તવાની જરૂૂર છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ પર મંતવ્ય વ્યક્ત કરતા નિર્મલા સીતારામને બહારના પરિબળો પર નજીકથી નજર છે અને આવકવેરા હજું પણ આર્થિક વિકાસ તથા સ્થિરતા સામે પડકાર છે. નિર્મલા સીતારામનનો આ ઈશારો એ દેશમાં હજું મોંઘવારીમાં નાટયાત્મક ઘટાડો થશે નહી તે સંકેત આપે છે. ખાસ કરીને ક્રુડતેલના ઉંચા ભાવ, ભારતમાં અનિશ્ર્ચિત ચોમાસાથી ખરીફ ઉત્પાદન પર થનારી અસર, શાકભાજી, દાળ વિ.ના ઉંચા ભાવ વિદેશી બજારોમાં પણ ફુગાવાની સ્થિતિ આ બધું ભાવવધારો યથાવત રાખે તેવા સંકેત છે.