કોરોનાને કાબૂમાં લઈને વિશ્વ સમક્ષ દાખલો બેસાડ્યો હતો
ખાસ-ખબર સંવાદદાતા
ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ન કોરોના વાયરસથી સંક્રમિત થઇ ગઈ છે. તેમની ઓફિસે શનિવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે તેમનામાં વાયરસના હળવા લક્ષણો જોવા મળ્યા છે. તેઓ સરકારની ઉત્સર્જન ઘટાડવાની યોજના અને આગામી બજેટ અંગે સંસદમાં ચર્ચામાં ભાગ લેશે નહીં. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘અમેરિકામાં તેમના ટ્રેડ મિશનની મુસાફરી આ સમયે પ્રભાવિત થઈ છે.’ આર્ડર્નમાં શુક્રવાર સાંજથી સંક્રમણના સંકેતો દેખાયા છે.
જેસિન્ડા આર્ડર્નનો રેપિડ એન્ટિજેન ટેસ્ટ શનિવારે સવારે કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ સંક્રમણથી પોઝિટિવ મળ્યા હતા. હાલમાં, તેમને વાયરસના હળવા લક્ષણો છે અને તે 8 મેથી ક્વોરેન્ટાઇન છે. કારણ કે તે જ દિવસે તેના પાર્ટનર ક્લાર્ક ગેફોર્ડને પણ સંક્રમિત થઇ ગયા છે. વડાપ્રધાનનો રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવ્યો હોવાથી તેમણે 21 મેની સવાર સુધી આઈસોલેશનમાં રહેવું પડશે. આ દરમિયાન તેઓ ઓફિસમાં આવ્યા વિના ઘરેથી કામ કરશે. નાયબ વડા પ્રધાન ગ્રાન્ટ રોબર્ટસન સોમવારે આર્ડર્નને બદલે મીડિયાને સંબોધશે.
આર્ડર્ને એક નિવેદનમાં કહ્યું, ‘આ અઠવાડિયું સરકાર માટે એક સીમાચિહ્નરૂપ છે અને હું નિરાશ છું કે હું આ માટે ત્યાં હાજર ન રહી શકું. અમારી ઉત્સર્જન ઘટાડવાની યોજના એ રીતે આકાર આપશે કે જેમાં આપણે કાર્બન શૂન્ય લક્ષ્ય હાંસલ કરી શકીએ. તે જ સમયે, બજેટમાં ન્યુઝીલેન્ડની આરોગ્ય પ્રણાલીના લાંબા ગાળાના ભવિષ્ય અને સુરક્ષા વિશે વાત કરવામાં આવી છે.