બલકાનના સરકારી ટેલિવિઝન દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ હુમલાખોર પણ પોલીસ સાથેની અથડામણમાં માર્યો ગયો છે.
ઑગસ્ટ 12 શુક્રવારના રોજ યુરોપના બલકાનમાં કૌટુંબિક વિવાદમાં એક વ્યક્તિએ અંધાધૂધ ગોળીબાર કર્યો હતો, જેમાં 11 લોકો માર્યા ગયા હોવાનું સ્થાનિક પોલીસે જણાવી રહી છે. આ પછી હુમલાખોર પણ પોલીસ સાથેની અથડામણમાં માર્યો ગયો હતો.મોન્ટેનેગ્રોની સ્થાનિક ટેલિવિઝન ચેનલના રિપોર્ટ અનુસાર સનકી બંદૂકધારીએ પોલીસકર્મી સહિત છ અન્યને ઘાયલ કર્યા છે.
- Advertisement -
#Internacionales | Al menos 11 personas murieron y seis resultaron heridas en un tiroteo que, según los informes, comenzó como un conflicto familiar en Cetinje, Montenegro; la policía mató al sospechoso. pic.twitter.com/a7Zkw14rSh
— Última Hora (@ultimahsv) August 12, 2022
- Advertisement -
સ્ટેટ ટીવી આરટીસીજીએ ત્યાં હાજર પ્રત્યક્ષદર્શીઓના હવાલાથી જણાવ્યું હતું કે હુમલાખોર બાળકો સહિત રસ્તા પર ચાલતા લોકો પર અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યો હતો. ઇજાગ્રસ્તોમાંથી ચારને કેટિન્જેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા, તેમને પોડગોરિકાના ક્લિનિકલ સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા, પોલીસે હુમલાના સ્થળને સીલ કરી દીધું છે.