શૂટિંગમાં મેડલ જીતનારી પ્રથમ મહિલા
“બોહોત બોહોત બધાઈ..” વડાપ્રધાન મોદીએ ટેલીફોનીક વાત કરી અભિનંદન પાઠવ્યા, બેવડી ખુશી થઈ છે.
- Advertisement -
ભારતીય શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો છે. તેણે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઓલિમ્પિકના ઈતિહાસમાં શૂટિંગમાં મેડલ જીતનારી મનુ પ્રથમ ભારતીય મહિલા છે. તેણે ફાઇનલમાં 221.7 પોઇન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ટોકિયોમાં નિરાશા, પેરિસમાં ઇતિહાસ :
2021ના ટોક્યો ઓલિમ્પિકમાં મનુની પિસ્તોલ તૂટી ગઈ હતી. તે 20 મિનિટ સુધી લક્ષ્ય રાખી શકી ન હતી. પિસ્તોલ રિપેર થઈ ગયા પછી પણ મનુ માત્ર 14 શોટ જ ફાયર કરી શકી હતી અને ફાઈનલ રેસમાંથી બહાર થઈ ગઈ હતી. મનુ નિરાશ હતી પરંતુ તેણીએ બાઉન્સ બેક કર્યું અને પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીત્યું.
પેરિસમાં પ્રથમ બે મેડલ જીતનાર કોરિયન :
આ ઈવેન્ટમાં કોરિયાના ઓહ યે જીને ગોલ્ડ જીત્યો હતો. તેણે 243.2 પોઈન્ટનો સ્કોર કરીને ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો. કોરિયાની કિમ યેજીએ સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે 241.3 પોઈન્ટ મેળવ્યા.
- Advertisement -
મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા શૂટર :
મનુ ભાકરે 12 વર્ષ બાદ શૂટીંગમાં મેડલ જીત્યો છે. ભારતને આ રમતમાં છેલ્લો ઓલિમ્પિક મેડલ 2012માં મળ્યો હતો. શૂટિંગમાં ભારતનો આ અત્યાર સુધીનો 5મો મેડલ છે. રાજ્યવર્ધન સિંહ રાઠોડે 2004માં સિલ્વર, 2008માં અભિનવ બિન્દ્રાએ ગોલ્ડ અને 2012માં વિજય કુમારે સિલ્વર અને ગગન નારંગે બ્રોન્ઝ જીત્યો હતો. આ સાથે મનુ પ્રથમ ભારતીય મહિલા છે જેને મેડલ જીત્યો છે.
મનુએ કહ્યું- ગીતા વાંચીને ફાયદો થયો :
મેડલ જીત્યા બાદ ઇન્ટરવ્યૂમાં મનુએ કહ્યું- ’મેં ગીતા ખૂબ વાંચી. આ ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. આજની મેચમાં મેં અંત સુધી લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. હું ખુશ છું, પરંતુ ભારત આનાથી વધુ મેડલ જીતી શકે છે. આશા છે કે ભારત બાકીની ઈવેન્ટ્સમાં વધુ મેડલ જીતશે.
મનુ ભાકરે બ્રોન્ઝ જીત્યા બાદ પીએમ મોદીએ ફોન કર્યો :
પીએમ મોદીએ મનુ ભાકરને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું- હું તમારી સફળતાથી ખુશ છું. ભવિષ્યમાં વધુ સારું કરશે. વડાપ્રધાને X પોસ્ટ પર લખ્યું- ‘આ એક ખાસ જીત છે. મનુ ભાકર શૂટિંગમાં મેડલ જીતનારી પ્રથમ મહિલા બની છે…એક અદ્ભૂત સિદ્ધિ.’ પીએમ મોદીએ કહ્યું કે તમને ત્યાં બધી વ્યવસ્થા તો યોગ્ય છે ને ? તો મનુએ જવાબ આપ્યો કે હા સર, બધી વ્યવસ્થા યોગ્ય છે અને અમે સૌ ખુશ છીએ. આગામી ઇવેન્ટ્સમાં પણ આપણા રમતવીરો ખૂબ સારું પરિણામ લાવશે તેવી આશા છે.